Abtak Media Google News

વિડિયો કોલીંગથી ‘ઇ’ સંકલ્પ પૂજાનો ૩પ૦૦ થી વધુ ભાવિકોએ લાભ લીધો

કોરોના વૈશ્વિક મહામારીના સંકટ કાળમાં લોકડાઉન અનલોક જુદા જુદા નિયંત્રણો મર્યાદીત વાહન વ્યવહાર આવા સમયે પવિત્ર શ્રાવણ માસમાં આ વરસે સોમનાથ પહોંચી શકયા ન હતા. જેઓને માટે સોમનાથ પહોંચી શકયા ન હતા. જેઓને માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવાયેલા ડીઝીટલ પ્લેટ ફોર્મથી વિશ્ર્વભરના શિવભકતોએ ઘેર બેઠે સોમનાથ દાદાના દર્શન આરતી પુજા નિહાળી ધન્ય બન્યા હતા.

જેમાં ફેઇસ બુક પર ૩.૫૫ કરોડ, ટવીટર પર ૫૬.૨૯ લાખ, ઇન્સ્ટ્રાગ્રામ પર ૨૩.૯૦ લાખ, યુ ટયુબ પર ૧૨.૨૧ લાખ, વોટસ એપ પર ૧૩ હજાર અને સોમનાથ યાત્રા એપ પરથી ૪૦ હજાર લોકોએ દર્શન કર્યા હતા.

વર્ષ ૨૦૧૮માં ૧.૪૦ કરોડ લોકોએ દર્શન સોશ્યિલ મીડીયાથી કર્યા હતા. તો વરસ ૨૦૧૯માં ૪.૦૭ કરોડ શ્રઘ્ધાળુઓ ડીઝીટલ દર્શનથી ધન્ય બન્યા હતા.

ઇન્સ્ટ્રાગ્રામથી વર્ષ ૨૦૧૮માં ૩૦ હજાર ભકતોએ શ્રાવણ દર્શન કર્યા અને વર્ષ ૨૦૧૯માં ૩૬.૬૬ લાખ જયારે ૨૦૨૦માં ૫૩.૯૦ લાખ ભાવિકો જોડાયા હતા. શ્રાવણ માં ૨૦૧૯માં ૨૩૬ અને ૨૦૨૦માં ૧૫૩ ધજાઓ સોમનાથ મહાદેવના શિખરે પડી હતી ૨૦૨૦માં ૫૪ સવાલથી બિલ્વપૂજા થઇ છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા જણાવે છે કે વર્તમાન કોરોના વૈશ્ર્વિક મહામારીમાં વિશ્ર્વભરના કરોડો વિશ ભકતો સોમનાથ પહોચવા જઇ શકતા ન હોય અને પહોચતા હોય તેઓ પણ પવિત્ર શ્રાવણ માસ અને રોજ ભગવાન સોમનાથ દાદાના ઘેર બેઠે દર્શન આરતી સંકલ્પ ‘ઇ’ કરી શકે તે માટેની સોમનાથ ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા વિશ્ર્વભરમાં આવકારાઇ છે.સોમનાથ ટ્રસ્ટ અઘ્યક્ષ કેશુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તથા સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટે કુશળ કર્મચારીઓની ઇલેકટ્રોનીક વિભાગની આઇ.ટી. ટીમ ગોઠવેલ છે. જેમાં ભદ્રેશભાઇ જોશી, પી.આર.ઓ. ધ્રુવ જોશી સહિત પાંચ થી આઠ કર્મચારીઓ આ માટે સક્રિય છે.તાજેતરમાં શરુ થયેલું વીડીયો કોલીંગ ‘ઇ’ સંકલ્પ પૂજા જે ભગવાન સોમનાથ મંદિરમાં કરાય છે જેનો પણ ૩પ૦૦ થી વધુ ભાવિકોએ લાભ લઇ ધન્ય થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.