Abtak Media Google News

જીનીયસ સંવાદ શ્રેણી અંતર્ગત આયોજન: ડો. કેતન કોટેચા દ્વારા માર્ગદર્શન અપાશે

અવિરત ૨૪ અઠવાડિયાથી પ્રસારિત થતી જીનિયન સંવાદ શ્રેણીના સિલ્વર જુબેલી અધ્યાયમાં દેશની જાણીતી સિમ્બાયોસિસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ડિરેકટર ડો. કેતનભાઈ કોટેચા દ્વારા શેપિંગ જનરેશન ઝેડ પ્રોફેશનલ્સ વિષય પર ઓનલાઈન વકતવ્યનું આયોજન કરાયું છે. આગામી ૨૭ સપ્ટે.ના રોજ સંવાન શ્રેણીના ૨૫માં અધ્યાયમાં ડો. કોટેચા ભાવી પેઢીને વ્યવસાય કે નોકરી ક્ષેત્રે સફળતા મેળવવા કેવો અભ્યાસ અને કાબેલીયત જરૂરી છે. તે વિષયમાં માર્ગદર્શન પૂરૂ પાડશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓનાં પ્રશ્ર્નો, સામાજીક સમસ્યાઓ તથા વિવિધ વિષયો અને મુદાઓની ચર્ચા અને માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાત્મક અને આધ્યાત્મિક મુદાઓ આધારીત સંવાદોમાં દેશભરમાંથી વિષય નિષ્ણાંતોને આ શ્રેણીમાં વકતવ્ય આપવા અમંત્રીત કરવામાં આવે છે. જેમાં આગામી રવિવારના રોજ ડો. કેતનભાઈ કોટે શેપિંગ જનરેશન ઝેડ પ્રોફેશનલ્સ વિષય ઉપર ઓનલાઈન વકતવ્ય આપશે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ ટયુબ ચેનલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઈજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

આ અગાઉ લાઈફ આફટર લોકડાઉન ઝીંદગી ના મિલેગી દોબારા, રાષ્ટ્રશકિત કિ સહિ પરિભાષા, સ્ટેસ ધ સાયલન્ટ કિલર, શિક્ષણ સમાજનો સુત્રધાર જેવા વિષયો પર સંવાદ યોજાય ચૂકયા છે. આ અંગે જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સના ચેરમેન અને શિક્ષણવિદ ડી.વી. મહેતાએ જણાવ્યું છે કે આજનો સમય સ્પર્ધાત્મકતાનો યુગ છે. એટલે આજની યુવા પેઢીને તેમના ઉજજવળ ભવિષ્ય અને કારકીર્દી બનાવવા માટે તથા કૌશલ્યને શ્રેષ્ઠ તક આપવા માટે વહેતા પ્રવાહ સાથે સતત અપગ્રેડ તથા રહેવું જરૂરી છે. માટે શેપીંગ જનરેશન ઝેડ પ્રોફેશનલ્સ વિષય ઉપર ચર્ચા અને માર્ગદર્શન માટે ડો. કેતનભાઈ કોટેચાને આમંત્રીત કરાયા છે.

ડો. કેતનભાઈ કોટેચાએ દેશની બધી આઈઆઈટીઓમાં શ્રેષ્ઠ એવી મુંબઈ આઈઆઈટીમાંથી ડોકટરેટની પદવી હાંસલ કરી છે. તેમનામાં વિદ્વતા સંચાલન અને સંશોધન એમ ત્રણ બાબતનું સુંદર સાચુજય જોવા મળે છે. જેમના જ્ઞાનનો આ માધ્યમથી લાભ લેવા સંવાદમાં જોડાવા અનુરોધ કરાયો છે.

તેમની સંશોધન વિષયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર અલ્ગોરિધમ્સ અને મશીન લર્નિંગ તથા ઉચ્ચ ક્રમની વિચારસરણી કુશળતા, જટિલ વિચારસરણી અને નીતિશા અને મૂલ્ય શામેલ છે. તેમના ૧૦૦ થી વધુ સંશોધનપત્રો વિશ્વભરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સીસમાં પ્રકાશિત અને પ્રસ્તુત ઈ ચુકયા છે. તેમણે અનેક વિર્દ્યાીઓને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રમાં અને ખાસ કરીને મશીન લર્નિંગના વિષયમાં માર્ગદર્શન પુરુ પાડયુ છે. તેઓ અમદાવાદની નિરમા યુનિવર્સીટીમાં એકેડમિક ડેવલોપમેન્ટ એન્ડ રીસર્ચ સેલના ડિરેકટર અને ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના ડીન અને ડિરેક્ટર તરીકે ફરજનિષ્ઠ રહી ચુકયા છે.

ડો. કોટેચા યુએસએ સ્થિત ગ્લોબલ એન્જીનિયરીંગ ડીન્સ કાઉન્સિલના ઈન્ડિયા ચેપ્ટરના કાઉન્સિલ સભ્ય છે, તેમજ કોન્ફડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્ર્રીઝ (સીઆઇઆઇ) ની નેશનલ એડવાયઝરી કાઉન્સિલ ફોર એન્જીનિયરીંગ એન્ડ મેનેજમેન્ટ ક્યુરિક્યુલમ ટાસ્ક ફોર્સના સભ્ય છે. આ ઉપરાંત તેઓ અનેક યુનિવર્સીટીઓમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓ અમદાવાદની બીઆરટીએસની ટેકનિકલ એડવાઈઝરી કમિટી અને ગાંઘીનગર મેટ્રો- લિંક એક્સપ્રેસ પ્રોજેકટના સભ્ય છે. તેઓ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ઇન્ફોર્મેટિક્સના સ્વતંત્ર ડિરેક્ટર પણ છે. ડો. કેતનભાઈ વાંચન અને પ્રવાસના શોખિન છે, તેમને યુએસએ, કેનેડા, સિંગાપોર, હોંગકોંગ, આફ્રિકા અને આર્જેન્ટિના જેવા વિવિધ દેશોમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ એજયુકેશન ટેક્નોલોજીના અભ્યાસના પહેલ કરનાર છે અને તેઓ યુનિવર્સીટીઓમાં અભ્યાસક્રમ સુધારણાઓ અને નવીન શિક્ષણ-અધ્યાપન પધ્ધતીઓના હિમાયતી રહ્યા છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને ૨૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસના ચેરમેન ડી. વી. મહેતા સર્વે વિર્દ્યાીઓ, વાલીઓ, પ્રાઇવેટ અને પબ્લીક સેકટરમાં જોડાયેલા યુવા એકઝીકયુટીવ્સ અને તમામ જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ  પ્રમોદ  જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.