Abtak Media Google News

પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી એ આપેલ મંત્ર જયાં માનવી ત્યાં સુવિધા સૂત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાર્થક કર્યુ છે. ત્યારે આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજની ઉ૫સ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે પંડીત દીનદયાળ ઉપાઘ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ, આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પ્રફુલભાઇ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોશી, નરેન્દ્રસિંહ ઠાકુર, નીતીન ભુત, અશ્ર્વીન પાંભર, પ્રદીણ ડવ, રાજુભાઇ બોરીચા, નીલેશ જલુ, જીણાભાઇ ચાવડા, જીજ્ઞેશ જોશી, અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, શામજીભાઇ ચાવડા, અતુલ પંડીત, ધારાબેન વૈષ્ણવ, રસીલાબેન સાકરીયા, મનસુખ જાદવ, ગૌતમ ગોસ્વામી, કંકુબેન ઉધરેજા, રમેશ અકબરી, અનીલ લીબડ સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

મહાન વ્યકિતત્વ ધરાવતા પંડિત દિનદયાળજી

સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ મથુરા જીલ્લાના નગલા ચંદ્રભાન ગામમાં જન્મેલા પંડિત દીનદયાળ ઉપાઘ્યાય માત્ર ૭ વર્ષની વયે જ માતાપિતાના પ્રેમથી વંચિત હતા. તેમના મામા રાધારમણ શુકલે તેમનું પાલનપોષણ કર્યુ હતું. પંડિતજીએ પિલાની, આગ્રા તથા રાધારમણ શુકલે તેમનુ પાલન પોષણ કર્યુ હતું. પંડિતજીએ પિલાની, આગ્રા તથા પ્રયાગમાં શિક્ષણ પ્રાપ્તિ કરી. વિઘાથીકાળમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સક્રિય સભય બની ગયા હતા. કોલેજ છોડયા પછી તેઓ તરત જ આરએસએસના પ્રચારક બની ગયા અને તેમનો એકાત્મવાદ સૌપ્રથમ

૧૯૬૪માં જનસંઘના ગ્વાલીયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો અને પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશનમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ૧૯૬૭ના કાલિકટ અધિવેશનમાં તેઓને ભારતીય જનસંઘના અધયક્ષપદે પસંદ કરવામાં આવ્યા. અને ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ માં મુગલ સરાઇમાં તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારે દેશને એકાત્મ માનવવાદ નો વિચાર એ પંડિત દીનદયાળ ઉપાઘ્યાયજીની શ્રેષ્ઠતમ દેન છે. ત્યારે અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ , જીતુભાઇ કોઠારી, કીશોર રાઠોડે જણાવેલ પંડીત દીનદયાળ ઉપાઘ્યાયજીના માર્ગદર્શન અને નેતૃત્વ નીચે શરુ થયેલ ભારતીય જનસંઘની વિચારધારાએ વર્તમાન સમયમાં દેશના સપૂત અને મજબુત નેતૃત્વ પુરુ પાડી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથાગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા આગળ વધારવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.