Abtak Media Google News

તલનું તેલ સાંધાના દુ:ખાવા માટે ખૂબજ સારૂ, પણ આ તેલનું આયુષ્ય માત્ર ૨ થી ૩ મહિના જેટલું

કપાસીયા તેલમાં બેડ કોલેસ્ટ્રોલ હોય છે, જેની સામે સીંગતેલ સ્વાસ્થ્ય માટે ઉતમ

પ્રશ્ન: ખાધતેલની જરૂરીયાત શું છે માનવ જીવનમા?

જવાબ: આપણુ શરીર એક મશીન જ છે. તેમાં હાડકા અને બીજા પાર્ટને સ્મુધલી વર્કીંગ કરવા માટે ખાધતેલની જરૂરીયાત છે.

પ્રશ્ન: તેલની યાત્રા શું છે?

જવાબ: બ્રાન્ડીંગ પેકીંગ બજારમાં ઉપલબ્ધ છે.સ્મોલપેકમાં ઘણી બધી ક્રાંતી અને લોકો સ્મોલ પેકીંગ તરફ વળી ગયા છે.

પ્રશ્ન: ઘાંચી એટલે શું અને તેની તેલની ગુણવતા કેવી હોય છે.

જવાબ: ફીલ્ટર્ડ ઓઈલ ડબલ ફીલ્ટર્ડ ઓઈલની સાથે ઘાંચીના તેલની ગુણવતામાં કોઈ ફેર પડતો નથી. ફીલ્ટર્ડ ઓઈલની પ્રોસેસમાં નાનામા નાનો કચરો નીકળી જાય છે. મોટા યુનીટમાં તેલમાં કલીવારીટીવધારી

પ્રશ્ન: ફીલ્ટર્ડ અને હબલ ફીલ્ટર્ડ આષઈલ કરવામાં કઈ પધ્ધતીનો ઉપયોગ થાય છે? તેની ખાસીયત શું.

જવાબ: ફીલ્ટર્ડ ઓઈલની પ્લેટમાં વચ્ચે કોટનનું કાપડ મૂકવામાં આવે છે. ડબલ ફીલ્ટર્ડ એટલે બે પ્લેટ રાખવામાં આવે છે. જયારે રીફાઈન્ડીંગમાં અલગ અલગ કેમીકલ મીક્ષ કરવામાં આવે છે. ખૂબજ ઉંચા ટેમ્પરેચરે ઓઈલ કરવામાં આવે છે. રીફાઈન્ડ તેલ લાંબા ગાળે આરોગ્યને નુકશાન કરી શકે છે. તેલ સમક્ષ દ્રષ્ટીકોણ બદલાવાની જરૂર. મગફળી અને દાણાનો વધારે પડતો ઉપયોગ કરવાથી ઈમ્યુનીટીમાં વધારો થઈ શકે છે. મગફળીમાં ફાઈટોસ્ટેરોન છે. જે કેન્સર જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.

પ્રશ્ન: મગફળી કેટલા પ્રકારની હોય છે? કઈ પ્રકારની મગફળીમાં કેવા ગુણધર્મો હોય છે.

જવાબ: મગફળીની વેરાયટી ઘણા દિવસે તૈયાર થાય છે. જેમાની અમુક ૯૦ દિવસે અમૂક ૧૨૦ દિવસે તૈયાર થાય છે. ઓછા વરસાદમાં તૈયાર થાય છે. તે બેમુખી મગફળી.

પ્રશ્ન: ઓરવીને વાવેલી મગફળી એટલે શું?

જવાબ: કોઈ ખેડુત પાસે કુવામાં પાણી છે તો વરસાદ આવે તે પહેલા જમીનને પાણી પાઈને વાવેતરને ઓરવીને વાવેલી કહે છે

પ્રશ્ન: ઓરવીને વાવામાં આવેલી મગફળીનો શું ફાયદો?

જવાબ: ઓરવીને વાવેલી મગફળી કોઈ ખાસ ફાયદો નથી પાણીની અછતના હોય તો લોકો મગફળી ઓરવીને વાવે છે.

પ્રશ્ન: ૯૦ દિવસમાં પાકતી મગફળી અને ૧૨૦ દિવસમાં પાકતી મગફળી બંનેમાં શુ ફરક છે?

જવાબ: ૯૦ દિવસમાં પાકતી મગફળી જીણી હોય છે. અને તેનો છોડ ઉચ્ચે જાય છે. અને ૧૨૦ દિવસે પાકતી મગફળી આડી મગફળી હોય છે. છોડની હાઈટ હોતી નથી અને તેનો દાણો મોટો, લંબગોળ અને લાલહોય છે. તેમાં તેલના પર્સનટેજ વધારે હોય છે

પ્રશ્ન: મગફળી અને તેના તેલ લોકોમ ટે કેટલા ફાયદાકાર?

જવાબ: મગફળીમાં બદામ કરતા પણ વધશરે પોષકદ્રવ્યો હોય છે.તેમાંથી વીટામીન ઈ અને કે તેનાથી સ્ક્રીન સ્મુધ્ધ રહે છે. અને ઉંમર જલદી દેખાતી નથી હૃદય અને કેન્સર સામે પ્રોટીન મળે છે.

પ્રશ્ન: મલ્ટીનેશનલ ઓઈલ કંપની તેલનું કનેકશન સીધુ હૃદય સાથષ કેમ દેખાડે છે?

જવાબ: તેલની હૃદયની વેઈન્સ બધી સ્મુધ થાય છે. પરંતુ રીફાઈન્ડતેલ કયાંકને કયાંક શરીરને નુકશાનકારક છે. પરંતુ મલ્ટીનેશનલ કંપનીથી વધુમાં હાર્ટને કોઈ ફાયદો થતો નથી.

પ્રશ્ન: તલનું તેલ સ્વાસ્થ્ય માટે કેટલુ હિતાવહ?

જવાબ: તલનું તેલ સાંધાના દુ:ખાવા માટે ખૂબ સારૂ પરંતુ તલનું તેલનું આયુષ્ય ઓછું છે. જે બે થી ત્રણ મહિના હોય છે.

પ્રશ્ન: મસ્ટર્ડ ઓઈલ એટલે શું? તે કેટલુ હિતાવહ છે?

જવાબ: આ ઓઈલ ઠંડા દેશમાં વસ્તા લોકો વધારે ખાય છે. કારણ કે તેની પ્રકૃતિ ગરમ છે. નોર્થ ઈન્ડીયામાં આ ઓઈળનો વપરાશ વધારે છે.

પ્રશ્ન: એવા કયા ખાધ તેલ છે. જેમાં મીશ્રણ કરવામા આવે છે અને જેની મંજૂરી અગાઉથી આપવામાં આવે છે?

જવાબ: બ્લેન્ડેડ ઓઈલ કહેવામાં આવે છે.જેમાં સારૂ ગુણવતા વાળુ તેલ ૮૦% અને મીશ્રીતતેલ ૨૦% હોવું જોઈએ સીંગતેલમાં સકસેસ ગયા નથી મસ્ટર્ડ પકાવતા ખેડુતોને સારા ભાવ મળે તે માટે બ્લેડેડ ઓઈલની સરકાર તરફથી મંજૂરી બંધ કરવામાં આવી.

પ્રશ્ન: મસ્ટર્ડ ઓઈલની મીશ્રતામાં અટકાયત કરતી અટકાવવાથી ઉત્પાદક અને ઉપભોકતા બંનેને લાભ થશે?

જવાબ: મસ્ટર્ડ તેલથી ખેડુતો અને ઉપયોગકર્તા ને ફાયદો તો થશે કારણ કે મસ્ટર્ડ ઓઈલ છે તે મગફળી જેવું કાચુ તેલ છે. જે સ્વાસ્થ્ય માટે સારૂ છે. પરંતુ તેનું મીશ્રણ રીફાઈન્ડ તેલથી થતુ હોવાથી તે નુકશાનકારક છે.

પ્રશ્ન: આયાતી પામતેલ છે તે સ્વાસ્થ્ય માટે કેવું ?

જવાબ: પામોલીન તેલ ખરેખર મોટીકંપનીઓમાં વપરાય છે. પરંતુ ભારતીય લોકો તેનો ખાવામાં પણ વપરાશ કરે છે. પામોલીત તેલ હાર્ટ માટે ખૂબજ નુકશાનકારક તેમાં ટ્રન્સફેટ ૧૦% હોય છે. જયારે સ્વદેશી તેલમાં ૦% હોય છે. પામોલીન તેલનો ઉપયોગ સાબુ, સેમ્પુ બનાવવામાં વપરાય છે. ભારતમાં પંજાબીઓનું સ્વાસ્થ્ય સારૂ નથી કારણ કે તે લોકો પામોલીન તેલનો વધારે ઉપયોગ કરે છે.

પ્રશ્ન: ડીસ્કો ઓઈલ એટલે શું?

જવાબ: ડીસ્કો ઓઈલ છે જ નહી પરંતુ આ મીશ્રીત ઓઈલને ડીસ્કો ઓઈલ કહેવામાં આવે છે.

પ્રશ્ન: કપાસીયા તેલ સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક કેટલુ નુકશાન કારક કેટલુ નુકશાન કારક ?

જવાબ: કપાસીયાતેલમાં બેડ કોલેસ્ટ્રોલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.