Abtak Media Google News

વિભન્ન ડેપો ખાતે કિચન ગાર્ડનનું નિર્માણ, વૃક્ષારોપણ, માસ્ક સેનેટાઇઝેશનનું વિતરણ સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઇ

પોષણ અભિયાન ના અંતર્ગત અને મહાત્મા ગાંધીના જન્મ જયંતી ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ ના નિમિતે ,  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ના  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  સંજીવ ગજરાજ  અને  ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઇ) ના ચેરમેન  ડી વી પ્રસાદ IASના આદેશના અનુપાલનમાં સમગ્ર ભારત ના એફસીઆઇ – FCIના તમામ કાર્યાલય માં પોશન અભિયાન હેઠળ ૦૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોશન માહ ની ઉજવણી કરવામાં આવી સાથે સાથે મહાત્મા ગાંધીના જન્મ જયંતી ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી ગુજરાત ખાતે એફસીઆઇ – FCI ના મહા પ્રબંધક અસીમ છાબરા ના નેતૃત્વ માં એફ સી આઈ ના તમામ કાર્યાલય અને ડિપો ખાતે પૂર્ણ સેપ્ટેમ્બર મહિનો રાષ્ટ્ર પોષણ માહ-૨૦૨૦ તરીકે મનાવવામાં આવ્યો અને સાથે સાથે મહાત્મા ગાંધીના જન્મ જયંતી ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ ના નિમિતે, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

વિભીન્ન ડિપો ખાતે કિચન ગાર્ડન બનાવવામાં આવ્યા અને તેમાં પોષણના દૃષ્ટિકોણથી તંદુરસ્ત પોષણ પદ્ધતિઓ ને ધ્યાન માં રાખી ઉચિત પદ્ધતિ થી રસોડા માં સામાન્ય રીતે વપરાતા અને ખાઈ શકાય તેવા પોષ્ટિક શાક ભાજી નું વાવેતર કરવામાં આવ્યું

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે જઈ બાળકો માટે  પ્રયાપ્ત પ્રમાણ માં કાજુ, પિસ્તા, કિસમિસ અને અકરોટ જેવા  પોષ્ટિક સૂકા-મેવા ,  તેમજ મોસંબી, સફરજન, સીતાફળ દાડમ જેવા પોષ્ટિક ફાળો, નું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સામાજિક સુરક્ષા ને ધ્યાન માં લઈ ને આ કાર્યક્રમ નિમિતે અને બાળકો માટે એન-૯૫ માસ્ક, ઉતમ ગુણવતા સેનિટાઈજર, અને ગ્લોજનું  કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થા ખાતે  પ્રયાપ્ત પ્રમાણ માં વિતરણ કારવાં આવ્યું

રાષ્ટ્રીય પોશન અભિયાન-૨૦૨૦  હેઠળ પ્લાન્ટેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું તે નિમિતે સમગ્ર ગુજરાત અને સાથે સાથે રાજકોટ ખાતે ઘંટેશ્વર રાજકોટ,  દરેડ- જામનગર ભાવનગર વઢવાણ-સુરેન્દ્રનગર વાંકાનેર અને વેરાવળ Rડિપો  ખાતે વિભિન્ન ફળ-ફલાદી  ના છોડવાઓ નું વાવેતર કરવામાં આવ્યું

નવોદય વિધ્યાલય સમિતિ ન્યુ દિલ્લી, ભારત સરકાર હસ્તગત, કાર્યરત જવાહર નવોદય વિધ્યાલય, તરઘડી ખાતે પ્રિન્સિપાલ શ્રી જે કે ગોંડલિયા  અને ઉપ- આચાર્ય  પ્રમોદીની પાટીલ ના રાહબરી માં  મંડળ કાર્યલય ના પ્રબંધક  પ્રવિણ પ્રવીણ રઘવાન, પ્રોટોકોલ અધિકારી  એમ જી પાટીલ દ્વારા ફળ ના છોડવા  માટે નાની વાડી નું નિર્માણ કરવામાં આવ્યું

કોવિદ- ૧૯ ની મહામારી દરમ્યાન, ભારતનના  સર્વોચ્ચ ન્યાયાલય; અને સરકાર આદેશ નું પૂર્ણ પણે પાલન કરી ને પર્યાપ્ત  સામાજિક અંતર સાથે માસ્ક પહેરીને મંડળ કાર્યાલય રાજકોટ ના મંડળ પ્રબંધક શ્રી પ્રવિણ પ્રવીણ રઘવાન, પ્રોટોકોલ અધિકારી  એમ જી પાટીલ અને નિલેષ સાંગાણી નોડલ અધિકારી પોષણ માહ ૨૦૨૦ દ્વારા અહેમ ભૂમકા નિભાવી

આ નિમિતે અલગ અલગ સ્થાન પર વિવિધ કાર્યક્રમ નું આયોજન કરીને સતત કાર્યરત રહી ને પૂર્ણ સેપ્ટેમ્બર મહિનો રાષ્ટ્ર પોષણ માહ-૨૦૨૦ ને સાર્થકતા પૂર્વક ઉજવણી કરી, સાથે સાથે મહાત્મા ગાંધીના જન્મ જયંતી ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ ના નિમિતે ,   વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ રીતે ખાદ્ય મંત્રાલય, ભારતનના સરકાર અને સર્વોચ્ચ ન્યાયાલય ના આદેશ નું પૂર્ણ પણે પાલન કરવામાં મંડળ કાર્યાલય રાજકોટ કાર્યાલયે અહેમ ભૂમિકા ભજવી. એફસીઆઇ પ્રોટોકોલ અધિકારી એમ જી પાટીલ દ્વ્રારા પોષણ અભિયાન-૨૦૨૦ ના અંતર્ગત ટેલિફોનિક માહિતી આપવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.