Abtak Media Google News

સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ૧૫૧૯ બેડ ખાલી: રીકવરી રેઈટ ૮૪.૪૬ ટકાએ પહોંચ્યો

રાજકોટ શહેર સહિત જિલ્લામાં હવે ધીમી ગતિએ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ગઈકાલે દિવસ દરમિયાન શહેરમાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા બાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૩૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજી તરફ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે. આજની તારીખે માત્ર ૫૯ વિસ્તારોમાં જ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે.

મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગઈકાલે સાંજે ૫ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૩૫ કેસો નોંધાયા છે. ગઈકાલે ૮૭ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૧૨૯એ પહોંચી જવા પામી છે. જે પૈકી ૫૯૯૨ લોકો કોરોનાને મહાત આપી સાજા થઈ ગયા છે. આજ સુધીમાં રિકવરી રેઈટ ૮૪.૪૬ ટકાએ પહોંચી ગયો છે. કુલ ૨,૬૭,૧૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પોઝિટિવીટી રેટ ૨.૬૫ ટકા જેવો છે. આજે સવારે જાહેર કરવામાં આવેલા કોવિડ-૧૯ હેલ્થ બુલેટીન અંતર્ગત છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ અને નોન કોવિડથી ૧૨ લોકોના મૃત્યુ નિપજયા છે. ગઈકાલે શહેરના કાલાવડ રોડ પર વ્રજવાટી સોસાયટી, જંકશન પ્લોટમાં જાગનાથ એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામમાં ગોપાલનગર વિસ્તાર, કોઠારીયા રોડ પર મેઘાણીનગર, હુડકોમાં પૂજા પાર્ક, એરપોર્ટ રોડ પર અમરજીતનગર અને કોઠારીયા રોડ પર હાપલીયા પાર્કને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.  હાલ શહેરમાં માત્ર ૫૮ વિસ્તારો જ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૪૫૭ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. છેલ્લા ૩ દિવસથી સતત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ ડબલ ડીઝીટમાં નોંધાઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.