Abtak Media Google News

સામાન્ય રીતે ડાન્સ મનોરંજનનું માધ્યમ માનવામાં આવે છે. વધુમાં એવુ માની શકાય કે તે ભાવનાઓની અભિવ્યક્તિ છે પણ ડાન્સનો ઉપયોગ રોગોનના ઇલાજ માટે પણ થાય છે.

આ ઇલાજને ડાન્સ મુવમેન્ટ થેરેપી કહે છે આનાથી ડિપ્રેશન, હદ્યરોગ, હાંડકાનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ, ડિસ્લેકિસયા, પાર્કિસન વગેરે જેવી બિમારીઓનો ઇલાજ કરી શકાય છે.

ડાન્સ કરતી વખતે શરીરની વિભિન્ન માંસપેશીઓનો ઉપયોગ થાય છે. શરીરના જોઇન્ટસની મદદ વગર માંસપેશીઓના સહારે ડાન્સ થતો હોવાથીતે મજબુત અને સક્રિય બને છે. બોલ અને જાજ ટાઇપના નૃત્યો હદ્યને મજબુત બનાવે છે. અને લોહીનો પ્રવાહ તેમજ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

અડધો કલાક ડાન્સ કરવાથી ૧૫૦ જેટલી કેલરી વાળી શકાય છે તેમજ ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધારે છે એ સિવાય પણ ડાન્સથી દિમાગ પણ તંદુરસ્ત રહે છે.

તે ઉપરાંત બોલરુમ ડાન્સથી કોરોનરી નામનો હાર્ટ ડિસીઝનો ખતરો ટળી જાય છે અને વજન પણ ઉતરે છે તેમજ એચ ડી એલ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ સુધારો આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.