Abtak Media Google News

રાજ્યભરમાં જાહેર તહેવારો દરમિયાન બજારો, ભીડવાળા વિસ્તારો, જાહેર સ્થળો પર સુરક્ષા દળોને સતર્ક રહેવા સુચના

ગુજરાત સહિત દેશભરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવળીનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યારે ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા તંત્રને તહેવારોને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ રહેવા સુચના આપી દેવાઈ છે.

તહેવારોમાં સામાજીક સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સધન રીતે જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓને સાવચેત રહેવાની જ‚રીયાત અંગેનો રિપોર્ટ ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવતા તહેવારોમાં સુરક્ષા-વ્યવસ્થા કડક બનાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. મોટા શહેરો અને ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને ચેકિંગ, અટકાયતી પગલાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિવાલીના તહેવારો દરમિયાન રાષ્ટ્ર વિરોધી અને અસામાજીક તત્ત્વો કોઈ મોટો ખેલ પાડે તેવી આશંકાને પગલે ઈન્ટેલીજન્સ બન્યુરો દ્વારા તહેવારોમાં સુરક્ષા એજન્સીને ખડેપગે રહેવાની હિમાયત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દેશ વિરોધી ષડયંત્રનો પ્રયાસ સફળ ન થાય તે માટે સઘન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિ અને સામગ્રી પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. આતંકી સંગઠન કોઈ વિસ્તારને નિશાન ન બનાવે તે માટે આદેશો જારી કરવામાં આવ્યા છે.

દિવાળીના તહેવારોમાં નવા વર્ષના આગમનના વધામણાને લઈ હવે સતત તહેવારનો માહોલ ઉભો થવાનો છે ત્યારે અસામાજીક તત્ત્વો કે દેશવિરોધી પરિબળો તંત્રની વ્યસ્તતાનો ગેરલાભ લઈ કોઈ મોટી સાજીસ પારપાડવા કામ્યાબ ન થાય તે માટે ઈન્ટેલીજન્સ બ્યુરોએ સુરક્ષા એજન્સીને સતર્ક રહેવા આદેશો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.