Abtak Media Google News

હળદર, કાવો ને દૂધે આપણી રોગપ્રતિકારક શકિત વધારી

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા, જયપૂરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઈ-લોકાર્પણ

કોરોના કાળમાં આખી દુનિયામાં કોઈ ઈલાજ નહોતો તેવા સમયે આખી દુનિયામાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગ તેજીથી વધી હતી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપૂરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમાં આયુર્વેદ દિવસે ગુજરાતનાં જામનગરથી આયુર્વેદ અધ્યાયન અને સંશોધન સંસ્થા (ઈટ્રા) અને જયપૂરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનએઆઈ)ને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ તકે વડાપ્રધાને ભગવાન ધનવંતરી ભારત સહિત સમગ્ર વિશ્ર્વને આરોગ્યના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી.

આ તકે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે આયુર્વેદ ભારતનો વારસો છે. આયુર્વેદમાં સમગ્ર માનવતાની ભલાઈ છે. વડાપ્રધાને કોરોના કાળનો ઉલ્લેખ કરી જણાવ્યું હતુ કે કોરોનાસામે કોઈ અસરકારક ઈલાજ નહોતો ત્યારે ભારતમાં ઘરઘણમાં હળદર, કાવો તથા દૂધ જેવા રાગે પ્રતિકારક શકિત વધારતા ઉપાયો બહુ કામ આવ્યા હતા. દુનિયાનો આટલી વસ્તી ધરાવતો મોટો દેશ અત્યારે જન આરોગ્યની સારી સ્થિતિમાં છે. એમાં આપણા પરંપરાનું બહુમ ટુ યોગદાન છે. કોરોના કાળમાં આખીદુનિયામાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનાં સપ્ટેમ્બરમાં આયુર્વેદ ઉત્પાદનોની નિકાસ લગભગ દોઢ ગણી વધી છે. મસાલાની નિકાસમાં પણ મોટો વધારો થયો છે. દેશમાં હવે આપણા પુરાત્ન આરોગ્ય તપાસના જ્ઞાન વિજ્ઞાનને ૨૧મી સદીના આધુનિક વિજ્ઞાનથી મળેલી જાણકારી સાથે જોડવામાં આવી રહ્યું છે. નવા સંશોધન કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા આપણે અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાની સ્થાપના કરી છે. કહેવાય છે કે જયારે કદ વધે છે. ત્યારે જવાબદારી પણ વધે છે. આજે આ બે મહત્વની સંસ્થાઓનું કદ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેકટીસને અનુકુળ અને વૈજ્ઞાનિક માપદંડોને અનુરૂપ અભ્યાસક્રમ ઘડવાની જવાબદારી આવી છે તે પૂરી કરો એવી મારી અરજ છે. આજે જામનગરમાં ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદને ઈન્સ્ટીટયુટ ઓફ નેશનલ (રાષ્ટ્રની મહત્વની સંસ્થા)નો દરજજો આપવામાં આવ્યો છે. આ જ રીતે જયપૂરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને ‘ડિમ્ડ યુનિવર્સિટી’ના રૂપમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આયુષ મંત્રાલયના શ્રીપાદ યેસ્સો, સાંસદ પુનમબેન માડમ, ભારતીબેન શિયાળ, રાઘવજીભાઈ પટેલ, મંત્રીઓ આર. સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. અનુપ ઠાકર, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ કોટેચા, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવી, ઈટ્રાના ડિરેકટર અને આયુર્વેદ યુનિ.ના કુલપતિ પ્રો. વૈધ અનુપમ ઠાકર, નલીનભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આયુર્વેદના ભગવાન ભારત સહિત સમગ્ર વિશ્ર્વને આરોગ્ય પ્રધાન કરે: મોદી

ધનવંતરી આયુર્વેદના ભગવાન માનવામાં આવે છે. આજના આ પવિત્ર દિવસે સમગ્ર માનવજાતની ભગવાન ધનવંતરીને પ્રાર્થના કે ભારત સહિત સમગ્ર વિશ્ર્વને આરોગ્ય પ્રદાન કરે આજનો આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે બહુ મહત્વનો છે. આ માટે સમગ્ર દેશને મૂલ્ય ખૂબ અભિનંદન તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ. વડાપ્રધાને જણાવ્યું હતુ કે આયુર્વેદ ભારતનો વારસો છે. જેમાં આખા વિશ્ર્વનું કલ્યાણ સમાયેલું છે. આપણુ પારંપરીક જ્ઞાન હવે અન્ય દેશોને પણ સમૃધ્ધ કરી રહ્યુ હોય ત્યારે કોને ગર્વ ન થાય. આપણામાટે ગર્વની વાત એ છે કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પરંપરાગત દવા ઈલાજ માટેનો વૈશ્ર્વિક કેન્દ્રની સ્થાપના માટે ભારતની પસંદગી કરી છે. હવે ભારતે સમગ્ર વિશ્ર્વ માટે એ દિશામાં કામ કરવું પડશે ભારતને આ મોટી જવાબદારી આપવા માટે હું ‘વ્હું’ અને તેના મહાનિર્દેશકનો આભાર માનું છું.

આપણા આરોગ્યનો પ્રાચીન વારસો આધુનિક સમયમાં ‘વિકસાવવો’ જરૂરી

ભારત પાસે આરોગ્યને લગતો કેટલોય પ્રાચીન વારસો છે એ સત્ય છે સાથે સાથે એ પણ સાચુ છે કે આવો વારસો ગ્રંથો, શાસ્ત્રોમાં જ રહ્યો છે. અને કેટલોક વારસો દાદા કે નાનીના નુસખામાં છે. આપણે આ જ્ઞાનને આધુનિક જરૂરીયાતો મુજબ વિકસિત કરવાની જરૂર છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.

ચોમાસુ સત્રમાં બે ઐતિહાસિક આયોગ બનશે: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યું કે સંસદના ચોમાસુ સત્રમાં બે ઐતિહાસીક આયોગ બનાવવામાં આવશે પહેલુ નેશનલ કમિશનફોર ઈન્ડિયન સીસ્ટમ ઓફ મેડિસીન અને બીજી નેશનલ કમિશન ફોર હોમીયોપેથી બનાવાશે નવી શિક્ષણ નીતિ ભારતમાં તબીબી શિક્ષણમાં એકરૂપતાને મદદરૂપ થઈ રહી છે. દેશમાં સસ્તા અને અસરકારક ઈલાજ સાથે રોગ ન જ થાય તેવી સ્વાસ્થ્ય પ્રણાલી ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આયુર્વેદ ચરક કહે છેકે સ્વસ્થ વ્યકિતના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીને રોગમૂકત કરવાનું આયુર્વેદનો ઉદેશ છે. એકવીસમી સદીનું ભારત હવે ટુકડામાં નહીં પણ એક બની વિચારે છે. આરોગ્ય સાથે જોડાયેલા પડકારોને આપણે એક બની એક વિચાર કરીને ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

આયુર્વેદ આરોગ્ય નીતિનો મહત્વનો હિસ્સો બન્યું

વડાપ્રધાને જણાવ્યું કે બદલાતા સમય સાથે બધી ચીજ વસ્તુ એકરૂપ થઈ રહી છે. બની રહી છે. સ્વાસ્થ્ય પણ એનાથી અલગ નથી આ વિચાર સાથે જ દેશમા ઈલાજની અલગ અલગ પધ્ધતિઓ એકરૂપ બનાવવા માટે મહત્વના પગલા લેવાઈ રહ્યા છે. આ વિચારથી જ આયુર્વેદ દેશની આરોગ્ય નીતિનો મહત્વનો હિસ્સો બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.