Abtak Media Google News

એન્ટી-બોડી ટેસ્ટ રૂપિયા 500 તેમજ બાયો-માર્કર ટેસ્ટ માત્ર રૂપિયા 1400 તથા એચ.આર.સી.ટી. સ્કેન પરિક્ષણો માત્ર રૂપિયા 1600માં ઉપલબ્ધ

વર્તમાન સમયમાં કોરોના મહામારીના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેવા સંજોગોમાં ઈલાઈટ રેડિયોલોજિસ્ટ સર્વિસ દ્વારા પંચનાથ હોસ્પિટલ કોવીડના પરિક્ષણો કરી શકે તે માટે પસંદગી કરેલી છે.

કોરોના બાયોમાર્કર પરિક્ષણો માટે જે તે તબીબની અનુમતિ અત્યંત આવશ્યક છે, તબીબની પરવાનગી વગર કોઈ પણ સંજોગોમાં પરિક્ષણો કરી આપવામાં નહિ આવે તેવું  પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ ના યુવા પ્રમુખ  દેવાંગભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ રેડિયોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો. પરેશ પાધરા, માનદ મંત્રી ડો. દુષ્યત ગોંડલીયા, કોષાધ્યક્ષ ડો. કાર્તિક ગોહેલ, સક્રિય સભ્ય ડો. ચિરાગ ઘોડાસરા અને ડો. આત્મન કથીરિયા, સિનિયર રેડિયોલોજિસ્ટ ડો. મલય ઢેબરે ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા સાથે પરામર્શ કરીને કોવીડ-19 ના દર્દીઓને જેમ બને તેમ ઝડપથી સચોટ પરીક્ષણો મળી શકે તે માટે પંચનાથ હોસ્પિટલની પસંદગી કરેલ છે.

વર્તમાન કોરોના મહામારીની ગંભીર સમસ્યા વચ્ચે દર્દીઓને નજીવા દરે સચોટ પરિક્ષણો થકી જે તે તબીબો શ્રેષ્ઠ નિદાન કરી શકે તેવી ભાવના કે સદભાવના દાખવનાર  પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડોં. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી  મનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીઓ ડી. વી. મહેતા, મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ર્ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા નામાંકિત આગેવાનો વિશ્ર્વના દરેક કોરોના દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવીને ઝડપથી પુન:સ્વાથ્ય પ્રાપ્ત કરે તેવી દેવાધિદેવ મહાદેવને હૃદય પૂર્વકની મનોમન પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત એવા  વૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર 0281-2231215 / 0281-2223249 તથા સિટી સ્કેનની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે રમીઝભાઈ જીવરાની (90339 49483) ઉપર સંપર્ક કરવા કરવો.

બાયોમાર્કર પરિક્ષણો અને તેનો ચાર્જ રહ્યા છે

  1. લોહી દ્વારા જે તે દર્દીઓના તબીબોની મળેલી સૂચના બાદ જ પરિક્ષણ કરવામાં આવે છે, જેમાં                 સી.બી.સી., સી.આર.પી., એસ.જી.પી.ટી, એલ.ડી.એચ., ફેરિટિન તથા ડી-ડાઈમર ની તપાસ  કરવામાં આવે છે, જેનો ચાર્જ માત્ર રૂપિયા 1400 રાખવામાં આવેલ છે. તથા પરીક્ષણ નો સમયસોમ થી શનિ સવારે 7:30 થી સાંજે 7:30 સુધીનો રહેશે.
  2. દર્દીના ફેફસામાં ન્યુમોનિયા કેટલો વકર્યો છે તે જાણવા માટે એચ.આર.સી.ટી. સ્કેન દ્વારા પરીક્ષણ                 કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ દર્દીના તબીબની સૂચના અત્યંત આવશ્યક છે. જેનો ચાર્જ માત્ર                 રૂપિયા 1600 નક્કી કરવામાં આવેલ છે. જેનો સમય પણ સોમ થી શનિ સવારે 9 થી સાંજે 7  સુધીનો રાખવામાં આવેલ છે.
  3. જો તબીબને ઉપરોક્ત બંને પ્રકારના પરીક્ષણોની જરૂરત જણાય તો તેમનો કુલ ચાર્જ રૂપિયા 3000 જેટલો રાખેલ છે.
  4. તેમજ ટોટલ કોવીડ-19 એન્ટી-બોડી પરીક્ષણમાં (આઇજીજી + આઇજીએમ) કવોલીટેટિવ એમકુલ 3 પરીક્ષણો કરવામાં આવે છે,
  5. પંચનાથ હોસ્પિટલમાં 145થી વધુ કોરોના બાયોમાર્કરના પરીક્ષણો થઈ ચૂકેલ છે. તેમજ 6596થીવધુ સિટી સ્કેન થઈ ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.