Abtak Media Google News

શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવની જયંતિની દર વર્ષે દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. આજે ગુરૂનાનકદેવની ૫૫૧મી જન્મજયંતિ હોય ગુરૂદ્વારામાં સત્સંગના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જોકે દર વર્ષે હજારથી પંદરસો ભાવીકો માટે લંગરનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોય લંગરનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યા છે.

શહેરનાં જંકશન પ્લોટ ખાતે આવેલ ગુરૂમંદિરના સુખદેવભાઈએ ‘અબતક’ને જણાવ્યા અનુસાર ગુરૂગ્રંથ સાહેબનો ભોગ, કથા, ગુરૂજીના હિંડોળા દર્શન, સત્સંગ અને કેક કાપવા સહિતના કાર્યક્રમો માસ્ક, સોશ્યલ ડીસ્ટન્ટ વગેરેને ધ્યાને લઈ કરવામાં આવશે. જયારે અપેક્ષા મોહીનાણીના જણાવ્યા અનુસાર ગુરૂમંદિરમાં યુવાનોના ગ્રુપ દ્વારા, મંદિરમાં ડેકોરેશનથી લઈને બધા કામોમાં સહયોગ મળ્યો છે અ ને ભકિત અને શ્રધ્ધાથી ગુરૂનાનકની જન્મજયંતિની ઉજવણી કરાઈ રહી છે.

શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવ

Dsc 0344

શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરૂ, ગુરૂનાનકનો આજે ૫૫૧મી જન્મજયંતિ છે. તેઓએ સમાજમાંથી જ્ઞાતિવાદ દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાનાં વિચારને પ્રાધાન્ય આપ્યું હતુ ઉપરાંત એક ઈશ્ર્વરની ઉપાસનાને મહત્વ આપ્યું હતુ ગુરૂનાનકે પોતાનો સંદેશ ગુરૂબાની તરીકે નોંધીને પોતાના શ્રધ્ધાળુઓ સુધી પહોચાડયો હોવાનું માનવામાં આવે છે. શીખ ધર્મમાં ઈશ્ર્વર માત્ર એક જ છે. તેવું માનવાની સાથે સાથે દશેય ધર્મગુરૂઓની જન્મજયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મદિવસ ગુરૂપૂરબ તરીકે ઓળખાય છે. શીખ ધર્મના સ્થાપક ગુરૂનાકદેવનો જન્મ કારતક સુદ પુનમની તિથીએ પાકિસ્તાનના શેખપુરા જિલ્લામાં થયો હતો. તેમના જન્મદિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તિકી પૂનમે ગુરૂનાનક મંદિર મનાવવામાં આવે છે. ગુરૂનાનક દેવનો જન્મરાત્રીનાં સમયે થયો હોય ગુરૂનાનક જયંતિએ રાત્રી જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ તહેવાર શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રધ્ધાળુઓ રાત્રે કિર્તન સત્સંગ કરે છે તેમજ ગુરૂ મહારાજના જન્મ સમયે પુષ્પવૃષ્ટિ કરી ફટાકડા ફોડી સામૂહિક પ્રાર્થના કરે છે. આ દિવસે પોતાની મહેનતનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો મોટો મહિમા છે. ગુરૂનાનકે નિષ્ઠાવાન શીખ લોકોને ઈશ્ર્વરની આરાધના મહેનતની કમાણી અને ગરીબોને દાન આ ત્રણ નિયમોનું પાલન કરવા કહ્યું છે. ગુરૂનાનક જયંતિના બે દિવસ અગાઉ ગુરૂદ્વારાઓમાં ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.