Abtak Media Google News

અનલોક-૭ ની ગાઇડ લાઇનની અમલવારી શરૂ

કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે સરકાર દ્વારા અનલોક-૬ જાહેર કરાયું હતું. જેમાં શહેર પોલીસ દ્વારા કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તા. ૧-૧૧-૨૦ થી ૩૦-૧૨-૨૦ દરમિયાન યોગ્ય પેટ્રોલીંગ અને બંદોબસ્ત સાથે સરકારની ગાઇડ લાઇન મુજબ જાહેર કરાયેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી કોરોના વાયરસ સામે લડત અપાઇ હતી.

અનલોક-૬ ના એક માસમાં પોલીસે જાહેરનામાના કુલ ૧૭૨૯ કેસ તથા વાહન ડીટેઇનના ૨૫૩૦ કેસ કરી દંડનાત્મક પગલા લેવાયા હતા. જાહેરમાં માસ્ક નહી પહેરવા તથા જાહેરમાં થુંકવા બાબતે ૩૦,૩૪૩ વ્યકિતઓ સામે દંડતાત્મક કાર્યવાહી કરી કુલ રૂ ર,૯૫,૦૦૦ નો અધધ… દંડ વસુલ્યો છે.

કોરોનાને મહાત કરવા સરકાર તરફથી તા. ૧-૧૨-૨૦ થી તા. ૩૧-૧૨-૨૦ દરમિયાન અનલોક-૭ ની ગાઇડ લાઇન જાહેર કરાઇ છે. જેમાં જાહેર સ્થળો કામના સ્થળ તથા મુસાફરી કરતી વેળા ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. અન્યથા રૂ ૧૦૦૦ દંડને પાત્ર બનશે., જાહેર સ્થળોએ થુંકવા  પર પ્રતિબંધ જાહેર કરી પાલન નહી કરનાર ને રૂ. પ૦૦ ના દંડને પાત્ર થશે. પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા આયોજનો કરી શકાશે નહીં. ચાર કે ચારથી વધુ વ્યકિતઓ એ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.