Abtak Media Google News

આર્થિક સઘ્ઘ્રતા હાંસલ કરવી એ દરેક વ્યકિતના જીવનનો મુખ્ય ઘ્યેય હોય છે. ઘરમાં વધુ પડતી પૈસાની તંગીને વાસ્તુદોષનું કારણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનોસામાન યોગ્ય દિશામાં ન રાખવામાં આવી હોય તો ઘરમાં પૈસાના આગમનમાં બધા આવી શકે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના કેટલાક વિશેષ નિયમો કે જેની મદદથી ઘરની આર્થિક સ્થિતિને વધુ સારી બનાવી શકાય.વાસ્તુ શાસ્ત્ર અનુસાર વજનમાં હળવા ફર્નીચરને હંમેશા ઉતર અથવા પૂર્વ દિશામાં રાખવા જોઇએ વજનમાં ભારે ફર્નીચરને દક્ષિણ અથવા પશ્ર્ચિમ દિશામાં રાખવાથી ખુબ જ ફાયદો થાય છે ઉપરાંત ફર્નીચર બનાવવા માટેનું લાકડુ પણ ઉતર દિશા કે પૂર્વ દિશા અપવાતો ઉતર-પૂર્વ દિશામાં રાખવા જોઇએ. આમ  કરવાથી ઘર અને દુકાનમાં બરકત આવે છે.

Tijori1

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અને દુકાનમા: જો સીડી (પગથીયા) બનાવવામાં આવી હોય તો આ વાતનું ખાસ ઘ્યાન રાખવાનું કે પગથીયાની સંખ્યા હંમેશા એકી સંખ્યામાં હોવી જોઇએ જેમ કે ૧,૩,૫,૭,૯,૧૧ વગેરે

ઘર અને દુકાનની તીજોરીનું મોઢ  હંમેશા ઉતર દિશા તરફ રાખવું જેનાથી ધનમાં વૃઘ્ધિ થશે અને સાથો સાથ ખર્ચઓ પણ ઓછા આવશે.

ઘરમાં ટપકતો નળ વસ્તુ મુજબ ખર્ચનો કારક માનવામાં આવે છે વાસ્તુ અનુસાર નળથી પાણીનું ટપકવું એટલે ઘરમાંથી પણ પૈસાું પાણીની જેમ વહી જવુ માનવામાં આવે છે.

ઘરમાં તુટેલા વાસણ કયારેય ન રાખવા જોઇએ વાસ્તુ અનુસાર તુટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે સાથો સાથ ઘરની આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે.

ઘરના મુખ્ય દરવાજાથી જ સકારાત્મક અને નકારાત્મક ઉજાનું આવન જાવન થતું હોય છે ઘરના મુખ્ય દરવાજે ચાંદીનો સ્વસ્વિત બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉજા આવે છે.

વાસ્તુ મુજબ ઘરની આર્થિક સ્થિતિને વધુ મજબુત કરવા ઉતર દિશામાં વોટર ફોલ લગાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.