Abtak Media Google News

ચહલ એકેડેમીનાં ડિરેકટર ડો. નિરવ ભટ્ટે આ ઓફિસર કેડરની પરીક્ષાઓ આપવા માટે તૈયારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયું

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને તેમાં ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતોની માહિતી સ્ટુડન્ટ માટે અનિવાર્ય છે. જેનાથી તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ મળી રહે છે ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી ઓફિસર્સ કેડરની તૈયારી માટે એક સ્ટ્રેટેજી મુજબ આગળ વધવાનું હોય છે. તો આ બંને પરીક્ષાઓમાં તૈયારી કેવી રીતે કરવી, વાંચન કેટલા કલાકનું હોવું જોઈએ ? માળખાકીય દિશા નિર્દેશ કેવા હોવા જોઈએ વગેરે જેવા તૈયારી કરતા સ્ટુડન્ટને સતાવતા મુંઝવણ ભર્યા પ્રશ્ર્નોનો ઉકેલ અને માહિતીથી ચહલ એકેડેમીનાં ડિરેકટર ડો.નિરવ ભટ્ટે ‘અબતક’ સાથેની વાતચીતમાં અવગત કરાવ્યા હતા. તેઓએ આ અંગે ખુબજ સુંદર, અને સરળ માર્ગદર્શન આપ્યું હતુ ચહલ એકેડેમી અન્ય એકેડેમીથી ભિન્ન છે.કારણ કે અહી દરેક એકઝામ ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી માટે સેપરેટ બેચ છે. અને બેઝીક પ્રાયમરી લેવલથી તૈયારી કરાવવામાં આવે છે. બંનેમા એકઝામ આપવાની તૈયારી માટે 11 થી 13 સબજેકટસને કલીયર કરવાના હોય છે. જે માટે એનસીઆરટી અને જીસીઆરટી બુકસમાંથી પ્રશ્ર્નો પુછાતા હોય છે. જે વિદ્યાર્થીને જીપીએસસી, યુપીએસસી ની ઓફીસર કેડરની પરીક્ષા આપવી છે. તેમણે એક ખાસ ગોલ કલીયર કરવો પડશેકે આ લેવલ અચીવ કરવા માટે એજ એક લક્ષ્ય હોવું જોઈએ પછી તેમાં સાથે તલાટી કે બિન સચિવાલયના પણ જો ફોર્મ ભરવામાં આવે કે તેની પણ એકઝામ આપીદઈશું તો તેનાથી મોરલ ડાઉન થાયછે. કોઈ એક જ એકઝામ માટે વર્ક રિસ્પોન્સીબીલીટી અને ટાઈમ ડયુરેશન ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષનાં સમયગાળાને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈ ઘેરબેસીને તૈયારી પણ થઈ શકે પણ પ્રાયમરી લેવલ માટે તેને અનુસરી શકાય જેનાથી બેઝ સ્ટ્રોંગ બની જાય છે જયારે આ એકઝામ ડાયનામીક લેવલની છે. જેમાં દર વર્ષે પેટર્ન ચેન્જ થાય છે. અને પ્રશ્ર્નોના એનાલીસીસ પણ બદલાય છે ત્યારે માળખાકીય પ્રિપેરેશન માટે કોચીંગ જરૂરી છે. જેનાથી એક ખાસ પ્રકારનો માહોલ પણ મળે છે. અને ઓફિસર કેડરની તૈયારી માટે દરેક પ્રકારનાં પ્રશ્ર્નોની તૈયારી રાખવી જોઈએ.

ગોલ એક જ રાખવાનો હોય છે કે કટ ઓફ માર્કસ કોસ થઈ જાય અને બીજા સ્ટુડન્સકરતા પરફોર્મન્સ સારૂ હોય અને તેમ છતાં પણ જો વિદ્યાર્થીઓને હજુ કંઈક ખૂટે છે તેવું લાગતું હોય તો એક મંત્ર ખાસ ધ્યાનમાં રાખવો કે ‘રીડ, રીપીટ, રીવાઈઝ સાયકલ શુડ બી ક્ધટીન્યુ’ એટલેકે એમ નહી કે એક વાર તૈયારી કીલીધી એ પૂરતી છે. આના માટે સતત તૈયારી અને પ્રયત્ન કરતા રહેવા એ માનસીકતા જ સફળતા અપાવે છે. કારણ કે આ બંને એકઝામ માત્ર ઓબજેકટીવ નથી પણ ડીસ્ક્રીપ્ટીવ પણ લખવાનું હોય છે. અને ઘણાની મેમરી સારી હોય છે. ઘણાને યાદ રાખવામાં વધુ સમય લાગે છે. તેથી લખવાની પ્રેકટીસ ખૂબ જરૂરી છે. એક પરીક્ષાનું માળખું 12 થી 15 મહિના સુધી ચાલે છે, તેમાં પ્રિલીમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ આ ત્રણ તબકકામાંથી પસાર થવાનું હોય છે. તેથી શરૂઆતમાં વાંચનના કલાકો વધુ અને લખવાનો મહાવરો રાખવો ખૂબ જરૂરી છે. અને એવું નથી કે આ પરીક્ષાની તૈયારી 80 ટકા લાવ્યા હોય તેજ કરી શકે. પાસીંગ માર્કસથી વધારે આવ્યા હોય તે વિદ્યાર્થી પણ તૈયારી કરી શકે છે. આઈએએસ નિતીન સાંગવાને પોતાનો અનુભવ જણાવતા કહ્યું છેકે ‘મને કેમેસ્ટ્રીમાં પાર્સીંગ માર્કસથી એક માર્કસ જ વધારે હતો’ જો મારા માર્કસથી મારૂ ફયુચર ડિસાઈડ થયું હોત તો આજે હું આઈએએસના બન્યો હોત’ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે સ્ટ્રોંગ ફાઉન્ડેશન જરૂરી છે. ચહલ એકેડેમીના ફાઉન્ડર સુમેશ ચહલનું વિઝન રહ્યું છે. કે આ બંને એકઝામ ક્રેક કરાવવા પ્રત્યેક વિષયો પર આપણે સ્ટુડન્સને ગ્રીપનો અપાવવી જ પડશે. વ્યવસ્થિત માઈન્ડ સેટ સાથેની તૈયારી માટે શરૂઆતમાં 6 થી 8 કલાકનું વાંચન હોવું જોઈઓ જીપીએસસી અને યુપીએસસીની તૈયારીમાં સિલેબસમાં બહું વધારે ફરક નથી હોતો હિસ્ટ્રી, જોગ્રોફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરન્ટ અફેર્સ ઈકોનોમીકસ વગેરે વિષયો બંનેમાં સરખાજ છે. માત્ર ઓપ્શનલ સબજેકટની તૈયારી યુપીએસસીમાં કરવાની હોય છે. જીપીએસસીમાં નહીં.

Er 3

આ એકઝામ અનપ્રિડિકટેબલ હોય છે તેથી તૈયારીમાં એકમાત્ર ધ્યાન એજ રાખવાનું હોય છે કે આગલા વર્ષના પેપર્સમાં કયા વિષયને વેઇટેજ મળ્યુ છે. એ મુજબ તૈયાર કરવાની સ્ટ્રેટેજ તૈયાર કરવાની રહે છે. એવું પણ નથી કે પાંચ વર્ષના પેપર્સ કરી લઇએ એટલે સફળ થઇ જવાય છે. એ પેપર્સ તો માત્ર રેફ રન્સ છે એકઝમ લેનાર પેપર તૈયાર કરનાર કલાસવન અને સુપર કલાસવન ઓફિસર્સ હોય છે. તેથી એ મુજબ માઇન્ડ સેટ સાથે તૈયારી કરવાની જરૂર છે.

હાલ કોરોના કાળમાં પણ તૈયારી કરનાર વિદ્યાર્થીઓને એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ડિઝાસ્ટર ટાઇપ ઓફ સિચ્યુએશનની અસર ઉંડા લેવલ સુધી નથી થવાની એટલે તૈયારી ચાલુ જ રાખવાની છે. સરકાર તરફથી મોટી ફિકેશન પણ આવી ગયુ છે કે જીપીએસસીની પ્રિલીમ્સ 21 માર્ચ 2021ના લેવાશે તેથી વિદ્યાર્થીઓએ ડર કે ચિંતા કર્યા વગર કયાંય ઉભુ નથી રહેવાનું અને તૈયારી કરવાની  છે.

યુપી એસસીની તૈયાર ઉચ્ચ અભ્યાસકર્તા જ કરે છે. તેનું એક કારણ એ પણ હોય છે કે આ પરીક્ષા ફેક કરવાથી જોબ સિકયોરીટી મળે છે. અને પર્સન ફિલ્ડમાં આગળ વધે છે. નોલેજ અપગ્રેડ થાય છે. અને એનરીચમેન્ટ પ્લેટફોર્મ મળે છે દેશ સેવાએ આ સિસ્ટમનો ભાગ છે.

Gpsc

ડિસીઝન મેકીંગ તૈયારીમાં કઇ રીતે થઇ શકે? તો 15 મહિનાની તૈયારી દરમિયાનની પ્રોસેસમાં ઘણા અપડાઉન આવે છે. એ દરમિયાન મેન્ટલ એબીલીટીની ચકાસણી થાય છે. અને ગમે તે પરિસ્થિતિ આવે તો પણ સ્ટ્રોન્ગ રહેવાનું શીખવા મળે છે. આ દરમિયાન ફેલીયોરનો સામનો પણ કરવો પડે તો ગભરાવાની જરૂર નથી. વિન્સ્ટન ચર્ચીલે ખૂબ સરસ કહ્યું છે કે ‘સફળતા ત્યારે જ મળે છે જયારે અસફળતાને પચાવી શકીએ’ અને એવુ નથી કે ઓફિસર્સ નથી શકાયુ તો આ પરીક્ષાની તૈયારી વ્યર્થ ગઇ કહેવાય, તૈયારી દરમિયાને જે શીખવા મળે છે તે લાઇફટાઇમ કામ આવે છે. ધીરજ અને નોલેજને સાચવીને રાખો તો ઘણા આ યામોસર કરી શકાય છે. ઘણી વખત એવુ બને છે કે સ્ટુડન્સ ઇન્ટરવ્યુ રાઉન્ડમાં અપસેટ થઇ જાય છે. કોન્ફીડન્સ ગુમાવી દે છે. તો મેન્ટલી પ્રિપેર થવાનુ છે, યુપીએસપી 275 માર્કસ અને જીપીએસીમાં 100 માર્કસનું ઇન્ટરવ્યુ હોય છે તેમાં કઇપણ પૂછાય તેની તૈયારી રાખવી જોઇએ સેન્સીબલ બનીને નહીં પણ દરેક પ્રકારના પ્રશ્ર્નોની માનસિક તૈયારીનો અભિગમ હોવો જોઇએ.

બેઝ સ્ટ્રોંગ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવુ, સિસ્ટેમેટીક સ્ટ્રેટેજી ફોલો કરવી, માર્કસ કરતા અપ્રોચ પ્રોપર રાખવો, ઓફિસર લેવલનું પ્લાનીંગ હોય, આ દરેક પરિબળને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં અસફળતા રૂપી વિધ્ન પણ આવી શકે છે. દેશના સર્વોચ્ચ કેટેગરીનું સ્થાન મેળવવા થોડુ ઘણું વિધ્ન તો આવવાનું જ છે જો તેને ઓવર કમ કરીને દરેક વિદ્યાર્થી તૈયારી કરે તો જ ગુડ ઓફિસર બની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.