Abtak Media Google News

૧૯૩૩-૩૪ માં ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં પ્રથમ વાર પ્રવાસે આવી હતી. આપણાં પહેલા કેપ્ટન પોરબંદરના મહારાજા રાણા નટવરસિંહજી ભાવસિંહજી હતા. વજીરઅલીના ૧૦૮ રન અને સી.કે. નાયડુના અણનમ ૧૧૬ રન કદી ભુલાશે નહીં

૧૯૮૩માં વર્લ્ડકપ જીત્યા બાદ આપણાં દેશની વિશ્વભરમાં વાહ વાહ થઇ, ૧૯૬૨માં વિધિવત વન-ડે ક્રિકેટ શરૂ થયું બાદમાં ૧૯૭૫માં વર્લ્ડકપ યોજાયો હતો. મર્યાદિત ઓવરની ટી-ર૦ની શરૂઆત ૨૦૦૩માં શરૂ થઇ હતી. અંગ્રેજ હકુમતના ગાળા મુંબઇના પારસીઓની પ્રથમ ક્રિકેટ ટીમ બની હતી. ૧૯૨૮માં ભારતમાં ‘બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા’ની રચના કરવામાં આવી હતી

સૌથી મોટી સંકટકાલીન સ્થિતિ આંતરરાષ્ટ્રીય ગોરા-કાળાના ભેદભાવની નીતિ હતી. સાઉથ આફ્રિકાની સ્થગિતા ૧૯૭૦-૯૧ સુધી જોવા મળી આઇ.સી.સી. પણ તેમણે છોડી હતી. ૧૯૬૮માં ક્રિકેટમાં કાળા-ગોરાની અલગ નીતી સાથે રંગભેદ ઉગ્ર બન્યો હતો. ૧૯૭૦માં ઇન્ટરનેશનલ ક્રિેકેટ કાઉન્સીલે પણ તેને સ્થગતિ કર્યા. આ ગાળામાં આફ્રિકા ક્રિકેટ બોર્ડને નાણા ભંડોળ પુરૂ પાડવા પ્રાઇવેટ ટુર શરૂ કર્યા હતા.

૧૯૭૭માં ઓસ્ટ્રેલિયા મીડિયાના મહાન કેરી પેકર પોતાની શ્રેણી રમાડી જેવા વિશ્ર્વભરનાં ક્રિકેટરો જોડાયા હતા. બાદમાં રંગીન પહેરવેશ અને રાત્રી પ્રકાશમાં ટુર્નામેન્ટ યોજાવા લાગી ૧૯૬૦ બાદ વિશ્ર્વમાં મર્યાદીત ઓવરની મેચોનો પ્રારંભ થયો. ૧૯૬૯માં વૈશ્ર્વિક સંગઠન પણ થયું. પ્રથમ મર્યાદિત ઓવરની મેચ મેલબોર્ન ગ્રાઉન્ડ પર રમાય હતી. ૧૯૭૧માં રમાવેલી મેચ બાદ ૧૯૭૫માં બધા ટેસ્ટ મેચો રમતા દેશો વચ્ચે મર્યાદીત ઓવરની ટુર્નામેન્ટ પ્રારંભ થઇ . બાદમાં તો દર ચાર વર્ષે વર્લ્ડકપ પણ યોજાવા લાગ્યો હતો. ૧૯૯૨માં રનઆઉટના નિયમમાં ફેરફાર કરીને ત્રીજા અમ્પાયરની એન્ટ્રી થઇ હતી. બાદમાં કેચ, એલ.બી.ડબલ્યુ, ફોર કે સિકસ જેવા નિર્ણયોમાં થર્ડ અમ્પાયરનું મહત્વ આવી ગયું. આઉટ – નોટ આઉટ નિર્ણયોમાં પારદર્શીકતા વધી ગઇ હતી.

૨૧મી સદીમાં ક્રિકેટ જગતે બહુ પ્રગતિ કરી હતી. ૨૦૦૪માં આઇ.સી.ડી. ઇન્ટર કોન્ટીનેન્ટલ કપમાં ૧ર રાષ્ટ્રોએ પ્રથમ કલાસની મેચો રમી જે પહેલી વાર બન્યું હતું. ૨૦૦૧માં ટેસ્ટ ચેમ્પિયનશીપને ર૦૦૨માં વન-ડે ઇન્ટરનેશનલ ચેમ્પિયન ટ્રોફીનો પ્રારંભ કર્યો હતો. ક્રિકેટની સૌથી નવી નવિનતા ટી-ર૦ માં લોકોને બહુ મનોરંજન મળ્યું હતું. અદ્યતન ટેકનીક, લાઇવ પ્રસારણ સાથે પોતાની ભાષામાં કોમેન્ટરીનો આનંદ દર્શકો ઉઠાવા લાગ્યા હતા. આપણા દેશમાં ર૦૦૭માં એક ગેરકાયદેસર ઇન્ડિયન ક્રિકેટ લીગ (ICL) શરુ થયું ને ૨૦૦૮માં ક્રિકેટ બોર્ડ ભારતે ઇન્ડિયન પ્રિમીયર (IPL)શરૂ કરી.

વિશ્ર્વમાં મર્યાદિત ઓવરના ક્રિકેટ મેચે દર્શકોને ગાંડા કર્યા હતા. પ્રારંભે ૬૦ ઓવરને પછી વૈશ્ર્વિક પ૦ ઓવરની વન-ડે મેચના આયોજનો દર વર્ષે યોજાવા લાગ્યા, ક્રિકેટ શ્રેણીમાં પણ ટેસ્ટ સાથે વન-ડે મેચ યોજાવા લાગ્યા. ઘણીવાર તો ખાલી પ વન-ડે મેચની શ્રેણી પણ યોજાય છે. અત્યારે તો ત્રિકોણીયા જંગમાં ત્રણ દેશો વચ્ચે શ્રેણી સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-ર૦ની સંયુકત શ્રેણી પ્રવાસ યોજાય છે. હાલમાં આપણી ટીમ વિદેશ પ્રવાસે ઓસ્ટ્રેલીયામાં ત્રણેય ફરોમેટમાં મેચ રમે છે. મેચનો બીજો દિવસ અનામત રખાય છે. વર્ષો પહેલા ટેસ્ટમાં પણ એક દિવસનો રેસ્ટ ડે હતો. જે બાદમાં  સળંગ પ દિવસ તો ટેસ્ટ મેચ થઇ ગયો હતો. ક્રિકેટમાં સમયાંતરે નિયમોમાં બદલાવ આવ્યો, રંગીન કપડા સાથે દરેક ટીમ પોતાની માન્ય રંગના ડ્રેસ કોર્ડ સાથે મેદાનમાં ઉતરવા લાગી, આજે તો આપણે કલર જોઇને દેશું નામ યાદ આવી જાય છે. ક્રિકેટ ધંધાદારી બનતા ટી શર્ટ ઉપર જાહેરાતના લોગો આવ્યાને ક્રિકેટરોને કરોડોની જાહેરાતની આવક પણ મળવા લાગી.

Cricket 1932 20110801

વન-ડે ક્રિકેટની શરૂઆત મે-૧૯૬૨માં થઇ હતી. ૧૯૬૯ દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપની શરુઆત થઇ હતી. એક દિવસનું ક્રિકેટ નું નિયંત્રિત સ્વરૂપ ટી-ર૦ પ્રથમવાર ૨૦૦૩માં શરૂ થયું હતું. દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપમાં આઇ.સી.સી.ના કવોલિફાયર રાઉન્ડ રમાડે ને તેમાં વિજેતાને વર્લ્ડકપમાં એન્ટ્રી અપાય છે. ૧૯૭૧ થી ૨૦૦૦ વચ્ચે મર્યાદિત ઓવરમાં મિયાંદાદ, રિચર્ડસ, ડીન જોન્સ, અક્રમ, કપીલ દેવ, ઇમરાન ખાન, સચિન, લારા જેવા હિરો હતા.

ભારતમાં ક્રિકેટ બહુ જ લોકપ્રિય છે. અંગ્રેજી હકુમતના ગાળામાં બોમ્બેની પારસી કોમની ટીમ બની હતી. બાદમાં હિન્દુસ્તાનની ક્રિકેટ કલબ, જેવી ટીમો બની હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે ભારત ૧૯૩૨માં ઇગ્લેનડમાં ટેસ્ટ રમ્યું, બાદમાં ૧૯૩૩-૩૪માં ઇગ્લેનડ ભારતના પ્રવાસે આવીને ત્રણ ટેસ્ટ રમ્યું, ૧૯૨૮ભારતીય ક્રિકેટના નિયમન માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ની રચના થઇ હતી. જેને બી.સી.સી. આઇ. તરીકે ઓળખાય છે. આપણા પહેલા મેચમાં પોરબંદરના મહારાજા રાણા નટવરસિંહજી ભાવસિંહજી  કેપ્ટન હતા. પ્રિન્સ દુલિપસિંહજી આપણી સામે સસેકસની ટીમમાંથી રમ્યા હતા. બીજી મેચ ડ્રો ગઇ પણ વઝિરઅલી સામે સસેકસની ટીમમાંથી રમ્યા હતા. બીજી મેચ ડ્રો ગઇ પણ વઝિરઅલીના નોટ આઉટ ૧૦૮ રનને કારણે મેચ યાદગાર રહી હતી. લોર્ડસના મેચમાં ગ્રાઉન્ડ ઉપર સી.કે. નાયડુએ અણનમ ૧૧૬ રન ફટકાર્યા હતા.

આપણી પહેલી ટીમમાં વઝિરખાન, નિસાર, નાઝિરઅલ, અમરસિંઘ જેવા બોલરો હતા. ૧૯૮૩માં વર્લ્ડકપ ભારતીય ક્રિકેટ ટીમ કપિલ દેવની આગેવાનીમાં જીત બાદમાં વિશ્ર્વમાં આપણી બોલ બાલા શરુ થઇ હતી. સતત બે વર્લ્ડ કપ ૧૯૭૫, ૧૯૭૯ની જીતેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમને ભારતે હરાવીને દુનિયાભરમાં ભારતના નામનો ડંકો વગાડયો હતો. આજે પણ કપિલ દેવ ૨૦ ગજ પાછળ ભાગીને રિચાર્ડસનો કેચ નજરે ચડી આવે છે જેને કારણે આપણે જીત્યા હતા. ભારતના મહાન ક્રિકેટરોમાં રણજીતસિંહની યાદમાં રણજી ટ્રોફીને દિલિપસિંહજી યાદમાં દિલિપ ટ્રોફી તો સી.કે. નાયડુની યાદમાં પણ ટ્રોફી રમાય છે. આપણી ટીમ માટે વિદેશી કોચ પણ નિમાવા લાગ્યા. હાલના ક્રિકેટના રંગ-રૂપ સાથે મોટી કંપનીના સ્પોન્સરમાં ગ્રેડ વાઇઝ કરાર થઇને કરોડોનો કમાણી કરે છે, વિશ્ર્વભરમાં હાલ ૧૦૦ થી વધુ દેશોમાં થયું ને બે બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઇ હતી.

Ck Nayudu 1930S

ક્રિકેટ બોલના રંગો બદલાયા ને આવી નવી ટેકનિક

વર્ષોથી સફેદ કલરના સીઝન બોલથી રમાતા ક્રિકેટમાં નવારંગ રૂપ આવતા લાલ કલર ને બાદમાં પિન્ક કલરના બોલથી ક્રિકેટ મેચો રમાવા લાગ્યા હતા. ડે એન્ડ નાઇટ મેચને કારણે પણ રાત્રી મેચમાં બોલનો કલર બદલવો પડયો હતો. સ્ટમ્પમાં લાઇટ કેમેરાને માઇક પણ ફિટ કરાયા, ક્રિકેટરો કોડ લેશ માઇક સાથે ગ્રાઉન્ડ માં કલર ફૂલ ડ્રેસ  કોડ સાથે રમવા આવ્યા લાગ્યાને વિવિધ પ્રકારની કેપ બાદ હવે એક ચોકકસ પ્રકારની કેપ તેનાં દેશનાં લોગો ચિન્હ સાથે આવી, હેલ્મેટ ની સાથે થાઇપેડ, હાથની રક્ષા માટેના વિવિધ રક્ષણાત્મક સાધનો પણ આવી ગયા.

માત્ર ૬ ઓવરની સુપર સિકસ મેચ

ક્રિકેટમાં અવનવા નિયમોની સાથે દર્શકોના મનોરંજન માટે વન-ડેમાં પ૦ ઓવર બાદ ઝડપી ટી-ર૦ આવીને બાદ ઘણા દેશોમાં માત્ર ૧૦ ઓવર ટી-૧૦ ટુર્નામેન્ટ યોજાવા લાગી, હોંગકોગ, સીંગાપુર જેવા દેશોમાં મનોરંજન ક્રિકેટમાં માત્ર ૬ ઓવરની ‘સુપર સિકસ’ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. બરફના ગ્રાઉન્ડમાં માઇનસ ડિગ્રીમાં પણ ટી-૧૦ રમાઇ હતી. ભારત તરફથી એક માત્ર વિરેન્દ્ર સેહવાગ આ બધા પ્રકારની ક્રિકેટ મેચો રમીને વિશ્ર્વને આક્રમક ફટકાઓ થી મનોરંજન આપેલ હતું.

ચાલુ મેચમાં બોલ વાગવાથી ૧૭ ક્રિકેટરોના જીવ ગયા છે

ક્રિકેટનો કાળો ઇતિહાસ એ પણ છે કે ચાલુ મેચમાં ક્રિકેટરને બોલ વાગવાથી વિશ્ર્વભરમાં ૧૭ ક્રિકેટરોના મૃત્યુ થયા છે. જેમાનં આપણા ભારતીય ક્રિકેટ રમણ લાંબાનો પણ સમાવેશ છે. ૧૬ ઓગષ્ટ ૧૯૨૪માં જેસપર વિનાલ, ૧૭૨૭માં ફ્રેડરીક, ૧૮૭૦ માં જયોર્જ સમર્સ, ૧૮૭૨માં એચ.પી.લાઇટન, ૧૮૮૧ માં કલાઉડ વિલ્સન, ૧૯૮૧માં ફ્રેડરીક રેંડન, ૧૯૨૧માં આર્થર એરલમ, ૧૯૪૨માં એન્ડી ડુકર, ૧૯૫૯માં અબ્દુલ અજીજ, ૧૯૭૮માં માઇકલ એસવર્થ, ૧૯૮૯ માં વિલ્ફ સ્લૈક, ૧૯૯૩માં લૈન કોલી, ૧૯૯૮માં ભારતના રમણ લાંબા, ૨૦૦૬માં વસીન રાજા, ૨૦૧૩માં ડૈરન રૈંડલ, ૨૦૧૪માં ઓસ્ટ્રેલીયાના ફિલીપ હયુજ અને ૨૦૧૫માં આફ્રિકન ખેલાડી રેમંડવાન શુરે પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેરી પેકરની “વર્લ્ડ સીરીઝ ક્રિકેટે” દુનિયા બદલી

Pp

 

૧૯૭૭ થી ૧૯૭૯ વચ્ચે ધંધાદારી ક્રિકેટ પ્રતિયોગીતાનું આયોજન થયું. જેમાં ઓસ્ટ્રેલિયન ટેલીવિઝન નેટવર્ક ચેનલ-૯ દ્વારા ક્રિકેટ મેચ યોજાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સ્થાપનાના વિરોધમાં રમાયેલી વર્લ્ડ સીરીઝે ક્રિકેટની પ્રકૃતિ બદલી નાખી. ગ્રાઉન્ડ ન મળતા ફૂટબોલના ગ્રાઉન્ડમાં મેચો રમાયા,રાત્રી મેચ રમાયા, વિશ્વના નામાંકિતો આ કેરી પેકરની ચેનલમાં જોડાયા. આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ઈલેવન, વેસ્ટ ઈન્ડિઝ ઈલેવન તથા વર્લ્ડ ઈલેવન હતી. ધંધાદારી ક્રિકેટનાં દ્રષ્ટિકોણથી શરૂ કરાયેલી શ્રેણીને એબીસી નેટવર્કનો ટેકો મળ્યો હતો. આ શ્રેણીથી કેરી પેકરની ચેનલ-૯ વિશ્વભરમાં ચમકી ગઈ હતી. કેરી પેકરે ૧૯૭૭-૭૮ તથા ૭૮-૭૯ એમ બે વર્લ્ડ સીરીઝ રમાડી હતી. આ સિરીઝમાં ગ્રેગ ચેપલ, રીચર્ડ્સ જેવા દિગ્ગજોએ રનનો વરસાદ વરસાવ્યો તો આગ જરતી બોલીંગ ડેનીશ લીલીની હતી. ઈમરાન ખાન, માઈકલ હોલ્ડીંગ, એન્ડી રોબર્ટસ, ડેનિશ એઝાશ જેવા પ્લેયરો હતા. અમુક મેચમાં ફાસ્ટ બોલીંગથી બચવા મોટર સાયકલની હેલમેટ પહેરીને ડેનીશ એમીસ રમવા ઉતર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.