Abtak Media Google News

પોષક તત્વોથી ભરપુર હાર્ટ ડિસીઝ,  કેન્સર  જેવા ગંભીર દર્દોમાં રાહત આપે સીંગતેલ

શરીર માટે ખાદ્યતેલ ખૂબ જરૂરી છે ખાદ્યતેલ ખરેખર કયું ખાવું જોઈએ તે અંગે રાજમોતી ઓઇલ ના સમીર શાહ જણાવે છે  તેલનો વપરાશ આપણે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ પહેલા રાઇનું તેલ તલનું તેલ ખવાતું હતું ત્યારબાદ મગફળી અને હવે તો અનેક પ્રકારના ખાદ્યતેલ બજારમાં વહેંચાઈ રહ્યા છે ખાદ્ય તેલના બે પ્રકાર છે એક ફિલ્ટર ઓલ્ડ ઓઇલ અને બીજો પ્રકાર રિફાઈન્ડ તેલ હેલ્થ માટે ફિલ્ટર ઓઇલ ખૂબ અસરકારક છે કારણકે તેમાં કોઈ કેમિકલ વપરાતું નથી જે તેલીબીયા ડિસીંગ કરીને તેલ કાઢવામાં આવે છે તે ખાવામાં સર્વશ્રેષ્ઠ છે શરીરના દરેક પાર્ટમાં સ્નાયુને ની જરૂર પડે છે શરીરના દરેક અંગોને સ્મુધલી કાર્ય કરાવવા તેલ વિશેષ ભૂમિકા ભજવે છે અગાઉના સમયમાં માત્ર બે-ત્રણ તેલ ઉપલબ્ધ હતા,  ત્યારબાદ ધીમેધીમે બ્રાન્ડિંગ થવાનું શરૂ થયું હવે તો તેલના ડબ્બામાં પેકેજીંગ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે નવા નવા પેકિંગ આવી રહ્યા છે વધુમાં કહ્યું હતું કે ઘાંચી ની ઘાણી પહેલાના સમયમાં અમલમાં હતી જોકે હજુ ઘણા ગામડાઓમાં ઘાંચી ની ઘાણી જોવા મળે છે ઘાણીમાં કદાચ પ્રોપર ફિલ્ટર થતું નથી પરંતુ ફિલ્ટર ઓઇલ એકદમ ફિલ્ટર થઈને આવે છે રીફાઈન્ડીંગ ઓઇલમાં અનેક પ્રકારના કેમિકલ એડ એડ કરવામાં આવે છે રિફાઈન્ડ તેલ લાંબા ગાળે આરોગ્યને નુકસાન કરે છે ાફલય તેથી જ સ્વદેશી ફિલ્ટર તેલ ખાવું સર્વશ્રેષ્ઠ છે  લોકોમાં હજુ એવો દ્રષ્ટિકોણ છે કે સિંગતેલનો ભાવ ઘટે ત્યારે જ તે લેવાય પરંતુ ભાવની વધઘટ ડિમાન્ડ ના આધારે થાય છે ત્યારે ગુજરાતમાં  કેટાલીટીનું પ્રમાણ વધુ ભવય છે તેમજ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ જોબા જેવા રોગો જોવા મળે છે જયારે સીંગતેલનો વધુ ઉપયોગ ઇમ્પનિટી વધારે છે.

વિદેશીઓ વિટામીન ઇ અને કે થી ભરપુર સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છે

તેમજ તમામ પોષક દ્રવ્યો પૂરા પાડે છે હાર્ટ ડિસીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રાહત  આપે છે સીંગદાણાની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઘણી મગફળી ૯૦ દિવસે તો ઘણી ૧૨૦ દિવસે તૈયાર થાય છે ૧૨૦ દિવસે તૈયાર થતો દાણો લંબગોળ અને લાલ રંગનો હોય છે જ્યારે ૯૦ દિવસે તૈયાર થતો  દાણો ગોળ જોવા મળે છે સીંગદાણા બદામ જેટલા જ આરોગ્ય માટે ફાયદાકારક છે  વિદેશીઓ સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છે તેમાંથી વિટામિન ઈ અને કે જે ખૂબ ઓછા શાકભાજી માંથી મળે છે તે વિટામિન મળે છે.આ ઉપરાંત  સ્કિન સારી રહે છે તેમજ એઇજ  પ્રક્રિયા ધીમી રહે છે વેઇટ લોસ મેદસ્વિતા પણું હટાવે છે જેમ આપણે ગાયના દૂધના વખાણ કરીએ તેટલાં જ મગફળીના પણ કરવા જોઇએ રિફાઈન્ડ તેલ નુકસાનકારક છે પરંતુ મગફળી, તલનું તેલ મસ્ટર કોપરેલ વગેરે નેચરલ છે જે ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે તલના તેલમાં પણ અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પરંતુ તલના તેલની લાઈફ  માત્ર બે-ત્રણ મહિનાની જ  છે મસ્ટર્ડ તેલ કુદરતી પ્રોસેસ થી બને છે અને ગરમ પ્રકૃતિ ધરાવે છે ઠંડા પ્રદેશના લોકો વધુ ખાય છે મસ્ટર્ડ તેલનું પ્રોડકશન સિંગતેલ કરતાં અઢી ત્રણ ગણું છે તો કપાસિયા તેલ ખાવાથી કોઇ શરીર ે ફાયદો થતો નથી. ગુજરાતીઓ સિવાય કોઈ અન્ય પ્રદેશમાં કપાસિયા તેલ ખાતું નથી. મિક્સિંગ વાળા તેલને ડિસ્કો ઓઇલ કહેવાય છે. કપાસ, મકાઇ વગેરે તેલમાં પામોલીન આવવાની શક્યતા છે પરંતુ ખાદ્ય  તેલમાં હંમેશા ખાદ્યતેલ નું જ મિક્સિંગ થાય છે આમ ખાવામાં સીંગતેલ ની સિંગ સાપેક્ષે અન્ય તેલ આવી શકે નહીં તેમ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.