Abtak Media Google News

૭૮ કરોડનાં વિકાસ કાર્યો સંપન્ન કરાયા

ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં પાંચ વર્ષનાં શાસનની મુદત પૂર્ણ થતાં ચિફ ઓફીસર પટેલે વહીવટદાર તરીકે આગામી કર્યાભાર સંભાળ્યો છે.

ભાજપ શાસિત બોડીની મુદત પૂર્ણ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપ પ્રમુખ અપઁણા બેન આચાર્યની અધ્યક્ષતામાં સદસ્યોની મળેલી બેઠકમાં પાંચ વર્ષ દરમ્યાન કરાયેલી વિકાસની સમીક્ષા કરાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રાએ આગામી ચુંટણી ને લઇ દરેક વોર્ડમાં વોર્ડ પ્રમુખથી લઇ કર્યાકર સુધી તૈયાર રહેવાં જણાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તથાં ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં માગઁદશઁન અને સીધા નૈતૃત્વ હેઠળ નગરપાલિકા દ્વારા રુ.૭૮ કરોડનાં વિવિધ વિકાસ કાર્યો સંપન્ન થયાં છે. શહેર નાં તમામ રાજમાર્ગો અને રોડ રસ્તા સિમેન્ટથી બન્યાં હોય સૌરાષ્ટ્રમાં આ મુદ્દે અવ્વલ સ્થાન મેળવ્યું છે. સો કરોડનાં ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટરનું કર્યા કરાયું છે. રુ. છ કરોડનાં ખર્ચે બે અંડરબ્રીજ, તથાં રુ.૧૦.૯૬ કરોડનાં ખર્ચે સાંઢીયાપુલનો ઓવરબ્રીજ જે પૂર્ણતાને આરે હોય નિર્માણ પામ્યાં છે. ઉપરાંત તાલુકા કક્ષાએ  પ્રથમ ગણી શકાય તેવો એસી.ટાઉનહોલ, સાયન્સ સેન્ટર, સ્વિમીંગ પુલ, ભગવત્ ગાડઁન, સંગ્રામસીહજી હાઇસ્કુલનાં મેદાનમાં વોકિંગ ટ્રેક, રાજમાર્ગો પર ફુટપાથો, બંધ કે સાંકડી ગલીઓમાં બ્લોગ, સહીતનાં કાર્ય સાથે શહેરને રોશનીથી ઝળહળતું રાખવાં વિવિધ સર્કલો પર ૧૬ હાઇમસ્ટ લાઇટીંગ ટાવર તથાં તમામ માર્ગો પર એલઇડી લાઇટીંગનાં કર્યા સંપન્ન થયાં છે. તેવું જણાવાયું હતું. પાંચ વર્ષનો શાસન કાળ પૂર્ણ થતાં સદસ્યોને બિરદાવી શહેરનાં  વિકાસને વેગવંતો બની રહ્યાનું જણાવી ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે  સૌની યોજના અંતર્ગત લીંક-૩ દ્વારા ગુંદાસરાથી વેરી તળાવ થઇ ભાદરડેમ સુધી રુ ૨૬૫ કરોડનાં ખર્ચે પાઇપલાઇનની મંજુરી મળી હોય ટેન્ડર પ્રક્રીયા પણ પૂર્ણ થઇ હોય ગોંડલ પંથક માટે પાણીની અછત ભુતકાળ બની જશે. શહેરમાં રોડ રસ્તા, લાઇટ પાણી, સફાઇ સહીતનાં પૃશ્ર્ને પ્રજાની અપેક્ષાઓ પરીપૂર્ણ થયાંનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.