Abtak Media Google News

અગાઉ પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદીમાં બે થી ત્રણ હજાર મતદારોનો ઉમેરો થવાની સંભાવના

રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તારીખોનું એલાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી એકાદ અઠવાડિયામાં કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.દરમિયાન ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આગામી ૫ મી જાન્યુઆરીના રોજ કોર્પોરેશનની મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવા આદેશ આપી દેવામાં આવ્યો છે.આ મતદાર યાદીમાં કોઇ શરતચૂકથી રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં મોટા મોવા,મુંજકા,માધાપર અને ઘંટેશ્વર એમ ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ચાર નવા ગામો ભળ્યાં હોવા છતાં શહેરની એક પણ વોર્ડ કે બેઠકમાં વધારો થયો નથી.અગાઉ મહાપાલિકા દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી જેમાં ૧૦.૬૮ લાખ નવા મતદારો હોવાનું જાહેર કરાયું છે.દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો.જે પછી કોર્પોરેશનની મતદાર યાદીમાં બેથી ત્રણ હજાર મતદારોનો ઉમેરો થાય તેવી શક્યતા જણાય રહી છે.આગામી મંગળવારે કોર્પોરેશન દ્વારા મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.જો કે ઉમેદવારી ફોર્મ ભરવાના દસ દિવસ અગાઉ સુધી મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.