Abtak Media Google News

કાન તારી મોરલીએ મોહિને, છેલડા ઓ છેલડા

અષાઢી કંઠના ગાયક નિલેશ પંડયા કરશે જમાવટ

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસિક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કલાને છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઇએમાં આજે નિલેશભાઇ પંડયા દ્વારા પ્રસ્તુત મારું વનરાવન છે રૂડુ, જવા પ્રસિઘ્ધ લાખેણા લોકગીતોનો લ્હાવો લઇ શકાશે. નિલેશભાઇ પંડયા બહુમુખી પ્રતિભાવના વ્યકિતત્વ ધરાવે છે. તેઓ એક ગાયક, પત્રકાર અને પ્રોફેસર છે. નિલેશભાઇ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

લેખન ક્ષેત્રે તેઓ છેલ્લા ઘણા સમયથી ઝવેરચંદ મેધાણી પર રીસર્ચ કરી રહ્યા છે. એ સિવાય પત્રકારત્વ ક્ષેત્રે પણ તેઓએ ખૂબ લોકચાહના મેળવી છે. નિલેશભાઇની અન્ય એક વિશેષતા ગાયન ક્ષેત્રમાં પણ છે. તેઓ અવ્વલ દરજજાના

ગાયક છે.

આકાશવાણીમાં પણ તેઓ પોતાના ગાયન ક્ષેત્રે યોગદાન આપીને લોકોને મંત્રમુગ્ધ કરે છે. નિલેશભાઇને વિવિધ સંસ્થાઓ દ્વરા નવાજવામાં આવ્યા છે. પોતાની સુમધુર વાણીને તેઓએ માત્ર ભારતમાં જ નહી વિદેશોમાં પણ પિરસી છે. અને ત્યાં પણ સંગીત પ્રેમીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા છે.

ગાયન અને લેખનનો અદભૂત સમન્વય ધરાવતા કલાકારની મધુરવાણી લોકગીતાથીે મંત્રમુગ્ધ કરશે. તો નિલેશભાઇ પંડયાની વાણીનો લ્હાવો લેવાનું ચુકાય નહી ‘ચાલની જીવી લઇએ’.

કલાકારો

કલાકાર:- નિલેશ પંડયા

એન્કર:- જીજ્ઞા ગઢવી

તબલા:- મહેશ ત્રિવેદી

પેડ:- કેયુર બુઘ્ધદેવ

કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા

સાઉન્ડ :- અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

આલા લીલા વાસળીયા રે વધાવું…

સાયબો સેલાણી…..

મારું વનરાવન છે રૂડું…

કાન તારી મોરલીએ…

આઠેય કુવાને નવ…

ખમ્મા મારા નંદજીના લાલ…

છેલડા હો છેલડા…

વા વાયાને વાદળ ઉમટયા…

બાઇજીના આંગણે આંબલો…

સાયબા સડકુ બંધાવ…

મહેંદી લેશુ, મહેંદી લેશું..

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧

ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦

સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.