Abtak Media Google News

ગાયો વિશે ગૌ સંવર્ધન મંત્રી અને ગૌ સેવા આયોગ ચેરમેનનો વાર્તાલાપ

શિક્ષણ અને ગૌ સંવર્ધન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાષ્ટ્રીય કામધેનું આયોગના અઘ્યક્ષ ડો. કથીરીયા વચ્ચે ગૌ વિષયક વાર્તાલાપ યોજાયો હતો.રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગુજરાતના શિક્ષણમંત્રી અને ગૌ સંવર્ધન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન દરેક તાલુકામાં ૧૦૦૦ ગાયોનું એક યુનિટ બનાવવામાં અને તેમાં એન.જી.ઓ., પ્રાઈવેટ કંપની, સરકારી સંસ્થાઓની મદદ લેવામાં આવે.  ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે સહિતનાં વિષયો પર બૃહદ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. અત્રેએ ઉલ્લેખનીય છે કે હાલમાં ગોબરમાંથી ઘડીયાળ, કિચેન, દેવીદેવતાઓની મૂર્તિ અને ગૌમૂત્રમાંથી બાયોગેસ, લીકવીડ વગેરે બનાવીને ગૌ શાળાને આત્મનિર્ભર બનાવવાનો પુરૂષાર્થ દેશનાં અનેક રાજયોમાં સફળતપુર્વક શરૂ થઈ ગયો છે, જેના દ્રારા લોકોને મોટાપ્રમાણમાં રોજગારી પણ આપી શકાય છે તેમ ડો. કથીરીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.