Abtak Media Google News

છ-છ લાઈનો છતા ટોલનાકાએ કિલોમિટરો સુધીની લાંબી કતારો લાગી

“ડબલ ચાર્જ” કોને હળવા કરી દેશે? કાગળ વિનાના ટોલ સંચાલકોએ ધમાસાણ સર્જયું

૧૦૮ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા ખોરંભે, વીઆઈપીઓ પણ ફસાયા

રાજકોટ નજીક પીઠડીયા અને ભરૂડી જ્યારે, કચ્છ નજીકના સામખિયાળી ટોલનાકાએ વાહનચાલકો હેરાન

 

રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપરના ટોલ પ્લાઝાએ વાહનોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ નજીક પીઠડીયા અને ભરુડી ટોલનાકા જ્યારે કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખિયાળી ટોલનાકાએ ફાસ્ટેગની મોકાણના કારણે ૨ થી ૫ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા કલાકોનો સમય ટ્રાફિક જામ વેડફાઈ રહ્યો છે. જ્યારથી ફાસ્ટેગની ફરજિયાત અમલવારી થઈ છે ત્યારેથી વાહનચાલકો માટે ટોલપ્લાઝા માથાનો દુ:ખાવો સાબિત થયા છે. ફાસ્ટેગના ઓઠા હેઠળ ’કાગળ વગરના ટોલપ્લાઝા સંચાલકો’ ટોલટેક્સ બાબતે વહીવટ કરવા લાઈનો લાગે તેવી સ્થિતિ ઉભી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ફાસ્ટેગ ના હોય તેવા વાહનચાલકોને બેગણો ટોલટેક્સ આપવાનો રહે છે. અમુક સ્થળોએ ટેક્નિકલ ખામી છે તેવું બહાનું આગળ ધરી ટોલ પ્લાઝાના પેટા સંચાલકો મામલો વધુ પેચીદો બનાવી રહ્યાં છે. લોકો પરેશાન થશે એટલે વાત આપોઆપ સરકાર પાસે પહોંચશે, અને ફાસ્ટેગનું ફરજિયાત અમલીકરણ મોકૂફ રહેશે તેવી ગણતરી તેમની છે.

વર્તમાન સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર લાગતી કતારો વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. છ-છ લાઈનો હોવા છતાં ટોલનાકાએ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે. પરિણામે ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ૧૦૮ ઉપરાંત વીવીઆઈપી પણ ટોલનાકાએ લાગેલી લાઈનોમાં ફસાયા હતા. કાગળ વિનાના ટોલ સંચાલકો દ્વારા સર્જાયેલ આ તમામ શાના કારણે અનેક લોકો હેરાન થયા છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ફાસ્ટેગની અમલવારી કરાવવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલપ્લાઝાએ કતારોના કારણે વેડફાતો સમય અને ઈંધણની બચતનો હતો.આ ઉપરાંત ટોલટેક્સ આપ્યા વગર બારોબાર ચાલ્યા જતા વાહનો ઉપર પણ લગામ લગાવી શકાય તેવુ આયોજન થયું હતું. જોકે મોટાભાગના ટોલ ટેક્સ ચૂકવ્યા વગરના વાહનો ટોલનાકાના સંચાલકોની રહેમરાહે જ જતા હોય છે. શોર્ટ કટ અપનાવીને આ વાહનોને બક્ષી દેવામાં આવે છે. હવે ફાસ્ટગની અમલવારી થતાં કોઈ વાહન છટકી શકે તેમ નથી પરિણામે કેટકાક ટોલ પ્લાઝાએ કૃત્રિમ ક્ષતિ ઉભી કરી લાઈનો લાગે તેબી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભરુડી ટોલનાકાએ ફાસ્ટેગની ફરજિયાત અમલવારી કરાવવામાં જોકે પ્લાઝાની બંને બાજુએ આશરે પાંચ કિમી જેટલી લાંબી કતારો જોવા મળી હતી. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને વસંતપંચમીએ પરણવા જતા વરરાજાની ગાડીઓ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આમ તો સમય વેડફાય નહિ તે માટે ફાસ્ટેગની અમલવારી થઇ છે પરંતુ ભરુડી ટોલનાકાએ કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો આવી જ સ્થિતિ પીઠડીયા ટોલનાકે પણ થઇ હતી.આ ઉપરાંત કચ્છ નજીકના સામખિયાળી ટોલ નાકે આ મામલે મસમોટી કતારો લાગી હતી .

ફાસ્ટેગની અમલવારીથી કેન્દ્ર સરકારને અનેક ફાયદા છે. એક તરફ સમય અને ઈંધણ પાછળ વપરાતી સંપત્તિ બગડે છે, બીજી તરફ ફાસ્ટેગના માધ્યમથી સરકારની તિજોરીમાં સીધા પૈસા ઠલવાઇ જાય છે. પ્રિપેડ રીચાર્જ હોવાના કારણે વાહનચાલકોને આગોતરા પૈસા ચૂકવવા પડતા હોય છે. અત્યારે ફાસટેક માટે અલગ-અલગ બેંકો અને વોલેટમાં સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટોલ પ્લાઝા ઉપર પણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુવિધા અપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.