Abtak Media Google News

ફાસ્ટેગ લીધુ ન હોય તેમને ૧૫ જાન્યુઆરી સુધી સરકારની રાહત

ડિઝીટલ ઈન્ડિયા અને સેવટાઈમ સેવમનીના ક્ધસ્પેટનો અમલ હવે ટોલનાકાઓ પર પણ શરૂ થવાનો છે. ટોલનાકા પર સમય અને ખાસ કરીને કતારોમાં પ્રતિક્ષા કરનાર વાહનોના પેટ્રોલ-ડિઝલના ખર્ચને ઘટાડવા સરકાર દ્વારા ફાસ્ટેગની સુવિધાના અમલની શરૂ આતની તૈયારીઓ થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી જે લોકોએ ફાસ્ટટેગ લીધું નથી તેવા વાહન માલીકો માટે એકાદ મહિના સુધી રોકડીનો વ્યવહાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

દેશના ધોરીમાર્ગ મંત્રાલયે શનિવારે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાને આગામી ૧૫ જાન્યુ. સુધી ટોલનાકા ઉપર રોકડ સ્વીકારવાનું ચાલુ રાખવાનું જણાવીને ૧૫ જાન્યુ.સુધી આ સુવિધાનું સૂચન કર્યું છે. જોકે, રોકડની આ સુવિધા વાળી લેન કુલ લેન કરતા ૨૫%થી વધુ ન હોવી જોઈએ.

7537D2F3 12

અગાઉ મંત્રાલયે જાહેર કર્યું હતુ કે ફાસ્ટટેગ વગરનાં વાહનોને ફાસ્ટટેગ લાઈનમાંથી પસાર થવા દેવામાં નહી આવે ટોલનાકા પર માત્ર રોકડની એકલાઈન જ ચાલુ રખાશે. પરંતુ આમુદે મંત્રાલયે જણાવ્યું હતુ કે ઓછામાં ઓછા ૭૫% જેટલા ટોલ કનેકશન બુથ પર વિજાણુ માધ્યમોથી ફી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૦મી જુલાઈએ અપાયેલ પ્રથમ અહેવાલમાં તાત્કાલીક રોકડનો વ્યવહાર બંધ કરવું અશકય હોવાનું અને ૧ થી ૨લાઈન રોકડ માટે ચાલુ રાખવાની જ‚રીયાત અંગે અભિપ્રાય અપાયો હતો.

દરેક ટોલ પ્લાઝા પર એક હાઈબ્રીડ લાઈનની સુવિધા દરેક કદના વાહનો માટે ફાસ્ટટેગ અને રોકડ સ્વીકારવાની વ્યવસ્થા માટે મંજૂર કર્યો હતો. આ આયોજન પ્રાથમિક તબકકામાં સ્વીકાર કરીને ફરીથી તેમાં ફેરફાર કરવાનું નકકી કર્યું હતુ.

હાઈવે મંત્રાલયએ એવો નિર્દેશ આપ્યો હતો કે જો વાહનો ફાસ્ટટેગ વગર ટેગલાઈન પસાર કરે તો તેમની પાસેથી ડબલ ચાર્જ વસુલવાનું નકકી કર્યું હતુ ડિસે.૧૫ પછી ૪૫ દિવસ બાદ આ મુજબ ટોલની વસુલાત કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથો. ઓફ ઈન્ડીયાએ માર્ગ મંત્રાલયને જાણકારી આપી દીધી છે કે તે આયોજન મુજબ તમામ ટોલ પ્લાઝા પર એકલાઈનને બાદ કરતા તમામ લાઈનને ફાસ્ટટેગ કરવા માટે તૈયાર છે.

મંત્રાલયે જણાવ્યું હતુ કે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના પ્રાદેશિક અધિકારીએ નિર્ણય લેવા માટે સ્વાયત્તા આપી છે કે દરેક ટોલ પ્લાઝા પર કેટલી લાઈનને રોકડ વ્યવહારમાંથી ફાસ્ટટેગમાં પરાવર્તીત કરવી ટોલપ્લાઝા પર ટ્રાફીકના ખડકલાની સમસ્યા દૂર કરવા માટે ફાસ્ટટેગ અનિવાર્ય હોવાનું જણાવાયું છે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા અને સંસ્થાવાળાઓએ ભારતમાં અત્યાર સુધી ૯૬ લાખ ફાસ્ટટેગ વેંચી નાખ્યા છે. ફાસ્ટટેગમાં સરકારે જાન્યુ. ૧૫ સુધી રાહત આપી ને તમામ ટોલનાકા પર ચોથાભાગની લાઈન રોકડીયા માટે ચાલુ રાખવાનું નકકી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.