Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલવા એડીચોટીનું જોર લગાડવામાં આવ્યું છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસનો પ્રચાર પણ તીવ્ર છે. આવી સ્થિતિમાં રાજકોટના વોર્ડ નં. 12માં શ્રીનાથજી સોસાયટી અને વિનાયક નગરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જંગી મેદની સાથે ચૂંટણી પ્રચાર કરવમાં આવ્યો હતો.

ઉમેદવારોએ આ વિસ્તારનો પાણી પ્રશ્ન ઉકેલવા, અને સનદ સહિતના મુદ્દાની ચર્ચા કરી હતી. સનદના 80 ટકા કામ પૂર્ણ થયા હોવાની ખાતરી અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન ઉમેદવાર દ્વારા અપાઈ હતી.

તેમણે કહ્યું હતું કે, સત્તાધારી પક્ષે કાંઈ કર્યું નથી. વોર્ડમાં લોકોને પાણી મળે તે માટે કોંગ્રેસ દ્વારા ઘણા કામ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.