Abtak Media Google News

પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજે તેવી સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે સાંજે ગુજરાતમાં આવી રહ્યાં છે. આવતીકાલે યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ મતદાન કરશે. આગામી ૨૪મીના રોજ વિશ્ર્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થવાનું હોય જેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરે તેવી સંભાવના જણાય રહી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે સાંજે માદરે વતન ગુજરાતમાં આવી રહ્યાં છે. એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપના હોદ્દેદારો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે. આવતીકાલે સવારે અમિતભાઈ શાહ પરિવારના સભ્યો સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરશે. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટથી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે જેનું ગૃહમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આગામી રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે જ્યારે ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી પરિણામો અંગે બેઠક યોજે તેવી પણ શકયતા દેખાઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર

Mansukh L

આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. કાલે છ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન છે. ત્યારે કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટર વેઝ વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયા ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ સ્થળોએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધશે અને કાર્યકરો સાથે બેઠક યોજશે. મનસુખભાઈ માંડવીયા કાલે અમરેલી, સોમવારે ગીર સોમનાથ અને ૨૩મીએ ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જાહેર સભાઓ સંબોધશે. ત્યારબાદ તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે અલગ અલગ બેઠકો યોજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.