Abtak Media Google News

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ લાખો નવા આવાસ નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ગુજરાતને 1,68,809 મકાન નિર્માણની મંજૂરી આપી છે. નવા આવાસને મળી મંજૂરીની સાથે પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યને 10,121 કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું છે.

ફેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) ફ્રેકલ ગુજરાતને 10,121 કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડી છે. આ યોજના હેઠ, અત્યાર સુધીમાં દેશમાં 10 લાખ મકાનને મજરી આપવામાં આવી છે. જેમાંથી 7,68,809 મકાન ગુજરાતના ફાળે છે. કેન્દ્રીય હાઉસિંગ એક અર્બન અફેર્સ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) હરદીપ સિંહ પુરીએ આ માહિતી માર્ચ 17, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, આ યોજના હેઠળ ગુજરાત માટે 14,182 કરોડ સહિત દેશમાં કુલ 1,78,076 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ગુજરાત માટે 10,121 કરોડ સહિત સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોને કુલ 90,538 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ આકારણી કરવામાં આવેલી કુલ 112 લાખ ઘરની સામે અત્યાર સુધીમાં 110 લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે,.જેમાંથી 74.8 લાખ મકાનોનું બાંધકામ શરૂ થઈ ગયું છે. જેમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલા 43.3 લાખ મકાનોને સમાવેશ થાય છે.

રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અન્વયે કેટલા લોકોને સબસીડી આપવામાં આવી છે. કેટલી સબસીડીની ચૂકવણી કરવામાં આવી છે, દેશમાં આ યોજના હેઠળ કેટલા પ્રમાણમાં પ્રગતિ થઈ છે અને આ યોજનાના અમલીકરણમાં આવતી અડચણી અને તે દૂર કરવા માટે લેવાયેલાં પગલાં અંગે જાણવા માંગતા હતા.

મંત્રી હરદીપ સિંહે જણાવ્યું હતું કે, કે, બાંધકામ માટેની સ્થાનિક પરવાનગી, બિલ્ડિંગ પ્લાન/લેઆઉટ,પર્યાવરણની મંજરી, કેસ્ટલ એરિયાના પ્રતિબંધો, ડિફેન્સની મંજૂરી, લાભાર્થીઓ માટે ફંડની વ્યવસ્થા, ટેન્ડરની પ્રક્રિયા, પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલા પાણી પૂરવા,ગટર, અપ્રોચ રોડ વગેરે પ્રકારની જરૂરી માળખાકીય સુવિધાઓ, બાંધકામની સામગ્રી, મજૂરોની ઉપલબ્ધતા, પૂર, પાણીનો ભરાવો, સતત વરસાદ, સખત ગરમી/ઠંડી જેવા વાતાવરણના જોખમી. વગેરે આ પ્રકારના પ્રોજેક્ટની મુખ્ય અડચણો ગણી શકાય.

વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાના ઝડપી અમલી કરણ માટે ભંડોળના અખ્લલિત પ્રવાહ માટે બજેટના સ્ત્રોત ઉપરાંત એક્સટ્ર બજેટરી રીસોર્સ તરીકે 60,000 કરોડના નેશનલ અર્બન હાઉસિંગ ફંડની રચના કરવામાં આવી છે. વધુમાં, અફોર્ડેબલ હાઉન્ટિંગ સેગમેન્ટમાં હઉસિંગ લોનના વ્યાજનો બોજો ઘણા ઘટાડવા માટે બેંક અને નાણાંકીય સંસ્થાઓમાં પ્રાયોરીટી સેક્ટર લેડિંગ શોર્ટકોલનો ઉપયોગ કરીને 10,000 કરોડની નેશનલ હાઉસિંગ બેંકની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ 10,000 કરોડની ફાળવણી 2019-20 કરવામાં આવી છે.

મંત્રી હરદીપ સિંહે જણાવ્યું હતું કે, લાભાર્થીઓના આધારની ચકાસણી ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર ( ડી.બી. ટી)થી ફંડ ટ્રન્સફર, પ્રોજેક્ટના જીયોટેટીંગ સોશયલ ઓડિટ, થર્ડ પાર્ટી ક્વોલિટી મોનીટરીંગ સેન્ટ્રલાઇઝડ મેનેજમેન્ટ સિસ્ટમ (એમ.આઇ.એસ)અને સી.એલ.એસ.એસ. આવાસ પોર્ટલ (સી એલ.એ.પી) અને એલ.એસ.એસ ટ્રેકરનો ઉપયોગ કરીને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.