Abtak Media Google News

ખાસ બેકટેરીયા વ્યંધત્વનો ઉકેલ લાવી શકે

આજે મોટાભાગની સ્ત્રીઓ વંઘ્યત્વ અથવા કસુવાવડ જેવી તકલીફોનો સામનો કરે છે. કસુવાવડમાં ગર્ભ કે ગર્ભમાં શરુઆતમાં વિકાસ થવાનું અટકી જાય છે. પરિણામે ગર્ભપાત કરાવો પડે છે. વંઘ્યત્વ એ ખુબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે.

ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજીક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા કરવામાં આવતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક થતી રહે છે. વંઘ્યત્વના કારણોની વાત કરીએ તો આપણા શરીરમાં રહેલા જંતુની ખામીના લીધે મે જીવ ઉત્પન્ન ની પ્રક્રિયા થઇ શકતી નથી. મહિલાઓમાં ઇંડાના વિકાસમાં અસામાન્યતા, ઇંડા છૂટા પડવાની ક્રિયાની ગેરહાજરી, ટયુબ બ્લોક, ગર્ભાશયના સેપ્ટમ વગેરે જેવા કારણો વંઘ્યત્વને આવકારે છે. જયારે પુરૂષોમાં વીર્યમાં શુક્રાણુની ગેરહાજરી, શુક્રાણુની ગતિ શીલતા સંબંધિત સમસ્યાઓ, શુક્રાણુઓની અસામાન્ય રચના, સ્ખલન સંબંધીત તકલીફો વગેરે કારણ બને છે.

આજકાલ દરેક જગ્યાએ આઇ.વી. એફ. કે ટેસ્ટ ટયુબ બેબી દ્વારા વંઘ્યત્વ નિવારણની સારવાર ખુબ જ પ્રચલિત છે. આઇ.વી.એફ. એટલે કે પુરૂષ અને સ્ત્રી બીજનું ફલીનીકરણ  કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયની બહાર લેબોરેટરીમા કરવામાં આવે તેવી પઘ્ધતિ જે કિટાણું ઓછા પ્રમાણમાં હોય છે. એને બનાવીને ઉમેરવામાં આવે છે.

વંઘ્યત્વ જેવી સમસ્યા પાછળ બીજા પણ કારણો છે. જેમ કે લોકો પોતાની  કારકીર્દી પાછળ દોડતા હોય છે. અને લગ્ન જીવન મોડો શરુ કરે છે, સાથે જ લોકોનું જીવન ચિંતાજનક બન્યું છે. આમ જોઇએ તો આપણું મન જ રોગનું કારણ છે. આપણા મનની સ્થિતિ જ રોગ ઉભું કરે છે. સ્ત્રીઓ સામાજીક દબાણના લીધે એટલી નિરાશ અને મુંજાય જાય છે કે તે માનવા લાગે છે કે પોતે રોગી છે. આપણા રોગનું નિવારણ આપણી અંદર છે જયારે આપણે તેને બહાર ગોતીએ છે. લોકો માન્યતા ઉપર વધુ જીવે છે.

આપણા આજુબાજુના વાતાવરણમાં વાઇરસ અને બેકેટીરીયા હોય છે, જે બિમારીઓ ફેલાવે છે. સૌ પ્રથમ તો આ બેકેટીરીયા અને વાઇરસ શું છે તે વિશે વધુ જાણીઅ

વાઇરસ શું છે?

વાઇરસને વિષાણું કહેવામાં આવે છે. વાઇરસની શોધ ‘ઇવાનો સ્ક્રીએ’ કરી હતી. વાઇરસ શરીરમાં દાખલ થવા પહેલા નિર્જીવ હોય છે અને શરીરમાં દાખલ થયા બાદ સજીવ થઇ જાય છે.

પ્રાણી વાઇરસમાં અનુવંશિક દ્રવ્ય તરીકે ડી.એન.એ. હોય છે. જયારે વનસ્પતિ વાઇરસમાં આર.એન.એ. હોય છે. એવા પ્રાણી વાઇરસ જે ડી.એન.એ. ના સ્થાને આર.એન.એ. ધરાવે છે તેને ’રીટ્રો વાઇરસ’ કહેવાય છે.

બેકટેરીયા શું છે?

બેકેટીરીયાના શોધક ‘ એન્ટી વોન લ્યુવેન હોક’ હતા. બેકેટીરીયા અત્ર, તત્ર, સર્વત્ર જોવા મળે છે. તેના શરીરમાં જોવા મળતી રચના અંગક (Ovgamnal)  કહેવાય છે. તેની ચામડીની નીચે પ્રોટીન એટલે ફોસ્ફોલિપિડનું સ્તર હોય છે. તેની ત્વચાની ઉપર સુક્ષ્મ રોમ અથવા વાળ ધરાવે છે. બેકેટીરીયા એક હોય તો તેને માઇક્રોફોકસ કહેવાય બે હોય તો ડિપ્લોકોકસ કહેવાય અને ત્રણ હોય તો સ્ટ્રે ટકોકસ કહેવાય બેકેટીરીયા ત્રણ પ્રકાર પ્રજનન કરે છે.

બેકટેરીયાના લાભ

(1) લેકટોબેસીલસ નામના બેકેટીરીયા દૂધનું દહીં બનાવે છે.

(ર) શણના વિધટન માટે કલોસ્ટ્રીડીયમ બ્યુટીરીયમ નામનો બેકેટીરીયા જવાબદાર છે.

(3) રાઇઝોબિયમના બેકેટીયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.

(4) આપણા આંતરડામાં E-coil  નામના બેકેટીરીયા હોય છે.

બેકટેરિયા અને વાઈરસમાં શું તફાવત?

બેકટેરિયા અને વાઈરસ એક કોષના બનેલા સુક્ષ્મ જીવ છે જે મનુષ્યમાં રોગ પેદા કરી શકે છે. પ્રાણી, માણસ, માખી અને મચ્છર જેવા જીવના શરીરમાં રહીને જીવે છે અને વિકાસ પામે છે. એટલે તેને પરોપજીવી જંતુઓ કહેવાય છે, પણ બંનેમાં થોડો ફેર છે.

બેકટેરિયા હવા, પાણી અને વનસ્પતિ તેમજ ખાદ્ય પદાર્થોમાં પણ રહીને જીવી શકે છે. સડેલા ફળો અને વાસી ખોરાકમાં બેકટેરીયા હોય છે. જ્યારે વાઈરસ પ્રાણીઓના શરીરમાં લોહીમાં જ રહે છે. વાઈરસ શરીરમાં દાખલ થતા પહેલા નિર્જીવ હોય છે અને શરીરમાં દાખલ થયા બાદ સજીવ થઈ જાય છે. રોગીના ગળફા, શ્ર્વાસ, ઘામાંથી નીકળેલા લોહીના સંપર્કમાં આવવાથી વાઈરસનો ચેપ લાગી શકે છે.

બેકટેરીયા સામાન્ય રીતે વ્યાસમાં 100-1000 નાનો મીટરો (મીટરના 1 બિલિયન મીટર)માં કદ ધરાવે છે. જ્યારે વાઈરસ બેકટેરીયા કરતાં ઘણું નાનું હોય છે. તેઓ સામાન્ય રીતે વ્યાસમાં 20 થી 400 નાનો મીટરોથી કદ ધરાવે છે.

બેકટેરીયા અને વાઈરસ દ્વારા થતાં રોગો

જ્યારે મોટાભાગના બેકટેરીયા હાનિકારક છે અને કેટલાક મનુષ્યો માટે પણ લાભદાયી છે ત્યારે અન્ય બેકટેરીયા રોગ થવાનું સક્ષમ છે. રોગોના કારણે રોગકારક બેકટેરિયા કોષોનો નાશ કરે છે તે ઝેરનું ઉત્પાદન કરે છે. પ્લેગ, ધનુર, ક્ષય રોગ, ટીબી, ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ, કોલેરા, કાળી ખાંસી, ડિપ્થેરિયા, ગોનોરીયા, સિફિલીસ, રક્તપિત્ત વગેરે જેવા રોગો બેકટેરિયા દ્વારા ફેલાય છે. બેકટેરિયલ ચેપ એન્ટીબાયો ટીક્સ સાથે વ્યવહાર કરી શકાય છે જે બેકટેરિયલ હત્યા કરવા માટે ખૂબ અસરકારક છે. જો કે એન્ટીબાયોટીકસના વધુ પડતા ઉપયોગથી કેટલાંક બેકટેરિયા તેમના માટે પ્રતિકાર મેળવી લીધો છે.

બેકટેરિયલ રોગોના પ્રસારને અટકાવવામાં રસીઓ ઉપયોગી છે. જાતે બેકટેરીયા અને અન્ય જંતુઓથી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા હાથને વારંવાર ધોવા અને સુકવવા વાઈરસથી અછબડા, શીતાળા, ગાલપચોળિયા, શરદી, પોલીયો, ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ, ક્રિમિયન કોંગો, ચીકનગુનિયા, હડકવા, એઈડ્સ વગેરે જેવા રોગો થાય છે.

અત્યારના સમયમાં સૌથી મોટી વૈશ્ર્વિક મહામારી “કોરોના” પણ વાઈરસ દ્વારા ફેલાણી છે. વાઈરસ સતત ચેપ લાગી શકે છે. જેમાં તે નિષ્ક્રિય રહે છે અને પાછળથી તે ફરીથી સક્રિય થાય છે. એન્ટીબાયોટીકલ વાઈરસ સામે કાર્યરત નથી. વાઈરલ ચેપનો ઉપચાર સામાન્ય રીતે દવાઓનો સમાવેશ કરે છે જે ચેપના લક્ષણોને ધ્યાનમાં રાખે છે અને વાઈરસ પોતે નહીં ખાસ કરીને રોગપ્રતિકારક તંત્ર વાઈરસ સામે લડવા માટે તેના પર આધારિત છે. વાઈરલ ચેપ અટકાવવા માટે પણ રસીઓનો ઉપયોગ કરી શકાય છે.

રોગ પ્રતિકારક શક્તિ

નબળી રોગપ્રતિકારક શક્તિ કોઇપણ પ્રકારની માંદગી કે ઇન્ફેકશન સામે લડત આપવામાં અવરોધરૂપ બની શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેનો અર્થ એમ નથી કે તમે કયારેય માંદા પડશો જ નહીં. પરંતુ તેનો અર્થ એમ કે જો તમને કોઇ ઇન્ફેકશન થાય તો તમારું શરીર એની સામે વધારે સારી રીતે લડત આપી શકશે અને તમારી રિકવરી ઝડપી થશે. રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવવા માટે રંગીન ફળો, શાકભાજી, હળવદ, વિટામીન સી યુકત ફળો વગેરેનું સેવન કરવું જોઇએ.

આજે, કૃત્રિમ ગર્ભ દ્વારા વૈજ્ઞાનિકોને ગર્ભપાતિ કેમ થાય છે અથવા ફળદ્રપ ઇંડા શા માટે રોપવામાં નિષ્ફળ જાય છે તે વિશે વધુ જાણકારી મળી શકશે જીન પરિવર્તનો અથવા નીકળી જાવાથી ગર્ભના વિકાસ પર કેવી અસર પડે છે તેના પર પ્રકાશ પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.