Abtak Media Google News

ભારતનો લક્ઝરી ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટ હજી તેની શરૂઆતના દૌરમાં છે. એમ કહી શકીયે કે, મર્સિડીઝ આ સેગમેન્ટમાં પોતાની એક માત્ર કાર EQCની સાથે હાજર છે. આ ક્રમને આગળ વધારતા લક્ઝરી વાહન નિર્માતા કંપની તેની લાંબા સમયથી રાહ જોવાયેલી ઓલ-ઇલેક્ટ્રિક જેગુઆર આઈ-પેસ (I-Pace)આજે લોન્ચ કરશે. જે ભારતીય બજારમાં કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક વાહન હશે. આ કાર માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.

3 વેરિએન્ટ સાથે કેટલી હશે કિંમત

નવી જેગુઆર આઈ-પેસ(I-Pace) ભારતમાં મર્સીડીઝ-બેંઝ એક્યૂસી અને ઓડી ઈ-ટ્રોન(Audi e-tron)ને ટક્કર આપશે. આ કારને 3 વોરંટી એસ.એસઈ અને એચએસઈમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત અંદાજિત 1 કરોડ રૂપિયાથી 1.2 કરોડ રૂપિયા(એક્સ-શૉરૂમ) સુધી રાખવામાં આવશે.

ચાર્જિંગ અને હાઈ-સ્પીડ

જેગુઆર આઈ-પેસમાં 90kWhની લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 394bhp પાવર અને 396Nm પીક ટોર્ક પ્રદાન કરે છે. આ કાર માત્ર 4.8 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનો દાવો કરે છે. તેની ટોપની સ્પીડ 200kmph સુધીની હશે. આઇ-પેસ બેટરી 100Kw રેપિડ ચાર્જરની મદદથી 45 મિનિટમાં 0થી 80% સુધી ચાર્જ કરી શકાય છે. 7Kw એસી વોલ બોક્સનો ઉપયોગ કરીને 10 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.

Jaguar I-Pace સાઈજમાં 4,682 મીમી લાંબી, 2,139 મીમી પહોળી અને 1,566 મીમી ઉંચી હશે. તેમાં 2,990 મીમીનું વ્હીલબેસ આપવામાં આવશે. આઇ-પેસના બેઝ વેરિયન્ટ્સમાં 19 ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, LED લાઇટિંગ સિસ્ટમ, ફુલ-લેન્થ ગ્લાસ, ડ્યૂલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, InControl કનેક્ટેડ કાર ટેકને સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવશે. આ કારના ટોપ-એન્ડ વેરિઅન્ટ્સમાં એડેપ્ટિવ મેટ્રિક્સ LED હેડલેમ્પ્સ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, હેડ-અપ ડિસ્પ્લે, વિન્ડસર લેધર સ્પોર્ટ સીટ અને હેન્ડ્સ ફ્રી બૂટ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.