Abtak Media Google News

શું તમને ખબર છે આ એપ્સ કંઈ છે ?

શા માટે બેન કરી છે ?

એપલ દ્વારા એપ સ્ટોર માંથી ૬ એપ પર  ભારતમાં બેન લગાવામાં આવ્યું છે .

App1

વાઈટ કેસ, પોકેટ કેસ, ગોલ્ડન કેસ અને  ઓકે રૂપી જેવી ઝડપી લોન આપતી એપ્સ એપલ દ્વારા યુઝર્સની સલામતી માટે અને ડેટા સુરક્ષા માટે એપ્લિકેસન બેન કરાઈ છે.

આ એપ્સના યુઝર્સ  ડેટા અને તેની સુરક્ષા અંગે ફરિયાદ કરતા આ એપ્સ ભારતીય એપ સ્ટોર માંથી દૂર કરાઈ છે .

આ લોન એપ્લિકેશન ભારતીય વ્યવસાયો દ્વારા બનાવવામાં આવી હતી તેના પર મોટી માત્રામાં વપરાશ કરતાના વ્યક્તિગત ડેટાને એકત્રિત કરવા અને ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ  મૂકવામાં આવ્યો હતો.

2022માં પણ યુઝર્સની સલામતી માટે ઘણી બધી એપ્લિકેશન બેન કરાઈ હતી

App3.

અસંખ્ય વપરાશકર્તા અનુસાર એપ્લિકેશનો અત્યંત ઊંચી ફી પણ વસૂલે છે જે જરૂરી નથી  અને અતિશય વ્યાજ દરો અને “પ્રોસેસિંગ ફી” વસૂલવા જે લોનની અડધી રકમ છે.

આ લોન એપ્સના કેટલાક યુઝર્સે તેમની લોન સમયસર ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ હેરાનગતિ અને ધમકી આપવામાં આવી હોવાની જાણ કરી છે. કેટલાક કિસ્સાઓમાં, એપ્લિકેશનોએ ધમકી પણ આપી હતી કે જો સમયમર્યાદા પહેલા ચુકવણી કરવામાં ન આવે તો તે વપરાશકર્તાના સંપર્કોનો સંપર્ક કરશે. એક યુઝરે તો એ પણ જણાવ્યું કે એપ કંપનીએ તેના કોન્ટેક્ટ્સને તેની નકલી તસવીરો બનાવીને મોકલવાની ધમકી આપી હતી .તેના  ડેટાનો  ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો હતો .

એપલએ એપ સ્ટોર પર 2022 માં 2 બિલિયન ડોલરથી વધુની રકમના છેતરપિંડીભર્યા વ્યવહારોને અટકાવ્યા છે.

એપલ દ્વારા ભારતીય યુઝર્સની સલામતી માટે અપ્લિકેશન બંધ કરવાનો નિર્ણય  યુઝર્સ માટે ફાયદાકારક છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.