Abtak Media Google News

સમોસાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને જ્યારે ભારતીયો વિદેશ જાય ત્યારે આ દેશી વાનગીને મિસ કરતાં હોય છે.

જો કે લંડનમાં બનેલા સમોસા હાલમાં ચર્ચામાં છે. ત્યાંની ટીવી ચૅનલો, અખબારોમાં આ ખાસ સમોસાની ચર્ચા થઈ રહી છે.મંગળવારે ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં દુનિયાનો સૌથી મોટો સમોસાને લોકોએ જોયો જેનું વજન 153.1 કિલો છે.

Biggest Samosaઆ વિશાળકાય સમોસાને પૂર્વીય લંડનની એક મસ્જિદમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકએ ભલાઈનું કામ કરનારા સંગઠને આ બનાવ્યો હતો. સમોસા બનાવતી વખતે મસ્જિદમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રૅકોર્ડના કર્મચારી પણ હાજર હતા.

આ પહેલાં ઇંગ્લેન્ડમાં જ વર્ષ 2012માં બ્રૅડફોર્ડ કૉલેજ દ્વારા 110.8 કિલોનો સમોસા બનાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.