Abtak Media Google News

મિત્રે ફોન કરી ઘરે બોલાવી ચાર શખ્સોએ બેટ અને પાઇપથી ફટકાર્યાનો વીડિયો ઉતારી આપી ધમકી

વેરાવળ મા દોલતપ્રેસ વિસ્તારમા રહેતા અને પિતા અતુલભાઇ કોટેચા સાથે પત્રકારત્વ અને જમીન મકાન નો ધંધો કરતા  યુવક અંકીત અતુલ કોટેચા ઉ.વ.27 ને બે દિવસ પૂર્વે સાંજના સમયે ઉદય કુહાડા નો ફોન આવ્યો હતો.અને કેમ દેખાતો નથી તેમ કહી ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા હીતેશ ઉર્ફે બંબુળીએ દરવાજો ખોલેલ અને વિરાજ તથા ઉમંગ બાટીયા નામના શખ્સો ત્યાં હાજર હોય તેથી અંકીતે પૂછેલ કે  ઉદય કયાં છે ? તેમ કહેતા હાજર રહેલા ત્રણેય શખ્સોએ બીભત્સ શબ્દો બોલી પ્લાસ્ટીકના પાઇપ તથા બેટ અને ઢીકાપાટુનો માર મારી વીડિયો બનાવ્યો હતો. તેમજ આ અંગેની વાત જો કોઈને કહીશ તો તારા પરીવારને પણ માર મારીશ તેવી ધમકી આપી હતી

તેમજ રૂ.પાંચ લાખની માંગણી માગી હતી. પહેલા તો અંકિત આ પ્રવૃત્તિથી ગભરાઇ  ગયો હતો અને પોતાના ઘરે વાત કરતા પણ ડરતો  હતો ત્યારબાદ  યુવકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંઢેલ છે.હાલ આ કેસ ની  તપાસ મહિલા પી.એસ.આઇ અર્ચના ખુમાણ ચલાવી રહ્યા છે. આ કામના તપાસનીસ અધિકારી મહિલા પી.એસ.આઇ.એ.કે ખુમાણ   મિત્રોના ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ કરી જે સત્ય હશે તે  સ્પષ્ટ રીતનું ચિત્ર બહાર લાવી કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે એ વાત મુજબ તપાસ કરશે. તેવી લોકો મીટ માંડી રહ્યા છે અને આ ખંડણી અંગેના આ કેસથી વેરાવળ સીટી પોલીસ પણ ચોકી ગયેલ હોય જેથી સીટી પી.આઇ ડી.ડી. પરમાર દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી પી.એસ.આઇ ખુમાણને સમગ્ર બાબતે ઉંડી દિશામાં તપાસ કરવા હુકમ કરેલ છે.

વાત કરીએ  તો વેરાવળ પોલીસે તાજેતરમા  જ ગુન્હીત પ્રવૃતિઓ કરનાર શખ્શો સામે કાયઁવાહી કરી પ્રશંસનીય  કામગીરી કરેલ છે ત્યારે આ  બનાવમા પણ અંકિત કોટેચાને ન્યાય મળે અને સત્ય બહાર આવશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.