Abtak Media Google News

રાજકારણમાં સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… પશ્ચિમ બંગાળમાં દબદબો ધરાવતા મમતા દીદીના ગઢમાં ગાબડા પડવાના અણસાર મળી રહ્યાં હોય તેમ હોબેશ મતદાનથી રાજ્યમાં કોનું પલડુ ભારે થઈ જશે તેની ચર્ચા જોર પકડી રહી છે. દીદી પણ ભારે મતદાનથી ચિંતામાં હોય તેવું દેખાય રહ્યું છે. ગુરૂવારે મુખ્યમંત્રી અને તૃણમુલના ઉમેદવાર મમતા બેનર્જીએ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા હતા અને બે કલાક સુધી મતદાનમાં હિન્દી ભાષી સશસ્ત્ર જવાનોએ બુથ કેપ્ચરીંગ અને મતદારો પર જોર જબરદસ્તી કરી હોવાના આક્ષેપો કર્યા હતા. મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનકરને મકત્બરી પ્રા.શાળાના મતદાન મથક અંગે ફરિયાદ કરી હતી અને ભાજપના સમર્થકો મતદાન મથકથી થોડે દૂર જયશ્રી રામની નારેબાજી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કલમ 144 હોવા છતાં ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં નારેબાજી કરતા હોવાની ફરિયાદ અને મુખ્યમંત્રીએ 80 મીનીટ સુધી ભારે હોબાળો મચાવ્યો હતો. નંદીગ્રામમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 80.8 ટકા મતદાન થયું હતું. 2016માં 86.9 ટકા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં 84.2 ટકા મતદાન થયું હતું. ચૂંટણી નિરીક્ષક નાગેન્દ્રનાથ ત્રિપાઠીને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુત્રોચ્ચાર અને નારાબાજી વચ્ચે થયેલી હિંસામાં કેશીપુરમાં મુખ્યમંત્રીના એક સમર્થકની હત્યા પણ થઈ હતી.

મુખ્યમંત્રીએ ચૂંટણીપંચ સમક્ષ 63 જેટલી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, મને નંદીગ્રામની ચિંતા નથી હું લોકશાહીની ચિંતા કરૂ છું, ચૂંટણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિનો તેમણે આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી મતદાન મથક પર 2 કલાક પછી આવી તેમણે આક્ષેપ કર્યો હતો કે, તૃણમુલ તરફ મતદાન કરવા પોલીસનો દુરઉપયોગ થયો હતો. નંદીગ્રામનું ભારે મતદાન કોનું પલડુ ભારે કરશે. પશ્ચિમબંગાળના હોબેશ મતદાનથી દીદીને ચિંતા ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.