Abtak Media Google News

ગુરૂ ગ્રહ 14 સપ્ટેમ્બર સુધી કુંભ રાશિમાં રહેશે ત્યાર બાદ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે

આગામી તા.6.4ના રોજ રાત્રી 12.32 કલાકે ગુરૂ ગ્રહ મકરરાશિમાથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે કુંભ રાશિમાં તા. 14-9-2021 સુધી રહેશે અને ત્યારબાદ ફરીથી મકર રાશિમાં પ્રયાણ કરશે કુંભરાશિમાં ગુરૂ ગ્રહ બારેય રાશિના જાતકોને અલગ અલગ ફળ આપનાર છે જેમાં સૌથી વધુ કુંભ-તુલા અને ધન રાશિના જાતકોને ફાયદો થશે. કુંભ રાશિમાં ગુરૂ બારેય રાશિના જાતકોને શું ફળ આપશે? જોઈએ.

ભારતદેશની રાશીકુંડળી પ્રમાણે ગુરૂ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે. લોકોએ મહેનત વધારે કરવી પડશે. વિદેશમાં ભારતની નામના થાય લોકોએ બીમારીઓથી સાવચેત રહેવું લોકોએ આયોજન કરીઅને જીવનમાં આગળ વધવું જે લોકોને જન્મકુંડળીમાં ગુરૂ નબળો છે તેઓએ 21 ગુરૂવારના એકટાણા કરવા પીળી વસ્તુનુ દાન કરવું તેમ શાસ્ત્રી રાજદિપભાઈ જોષી દ્વારા જણાવાયું છે.

મેષ: (અ.લ.ઈ): મેષ રાશીના જાતકોને ગુરૂ લાભસ્થાનમ ાંથી પસાર થશે. સારા ધાર્મિક કાર્યો કરવા મહેનતના ફળમાં વૃધ્ધિ થાય વિદ્યાર્થી વર્ગને લાભ મળે વિવાહ માટે યોગ કારક છે.

વૃષભ (બ.વ.ઉ): વૃષભ રાશીના જાતકોને ગુરૂ કર્મભુવન માંથી પસાર થશે. વ્યાપારમાં સાવચેતી રાખવી કૌટુંબીક સંબંધો સારા બને જમીન, મકાનનો યોગ ખરા શત્રુ દૂર થાય.

મિથુન (ક.છ.ઘ): મિથુન રાશીના જાતકોને કુંભનો ગુરૂ ભાગ્યભુવપનમાંથી પસાર થશે. આ રાશીના જાતકોને 12મેથી રાહુ પસાર થાય છે. આમ કુંભનો ગુરૂ અશુભ ફળમાં થોડી હળવાશ આપ,, માનશીક સ્થિરતા આપે, ભાઈ બહેનો સાથે સુમેળ રહે, વિદ્યા-અભ્યાસમાં રાહત મળે.

કર્ક (ડ.હ):કર્ક રાશીના જાતકોને કુંભનો ગુરૂ આઠમાં સ્થાનમાંથી પસાર થશે. વિપરીત રાજયોગ કરશે પરંતુ વારસાકિય પ્રશ્ન  ઉકેલવામં ખ્યાલ રાખવો, બચત વધારવામાં ગુરૂ મદદ રૂપ થાય, જમીન, મકાન વાહન લેવાના યોગ સારા છે.

સિંહ (મ.ટ): સિંહ રાશીના જાતકોને કુંભનો ગુરૂ સાતમા સ્થાનેથી પસાર થશે. વિવાહ બાબતે થોડો વિલંબ કરાવે,વ્યાપારમાં ભાગીદારીમાં લાભ મળે મહેનતનું ફળ પણ અપાવે.

ક્ધયા (પ.ઠ.ણ): ક્ધયા રાશીના જાતકોને કુંભનો ગુરૂ છઠ્ઠા સ્થાનેથી પસાર થાય છુપા શત્રુથી સાવચેત રહેવું જરૂરી કોર્ટ કજીયાથી બચવું, વ્યાપાર, નોકરીમાં લાભ મળે ખર્ચા પર કાબુ રાખી શકો, બચત વધારવાથી ભવિષ્ય સુધરે.

તુલા (ર.ત): તુલારાશીના જાતકો ને કુંભ રાશીનો ગુરૂ પાંચમા સ્થાનમાંથી પસાર થાય વિદ્યા અભ્યાસ બાબતે ખ્યાલ રાખવો જરૂરી, ભાગ્યબળ વધે વિદેશ વ્યાપાર કરતા હોય તેઓને લાભ મળે માનસીક સ્થિરતા અને આરોગ્ય જળવાઈ રહેશે.

વૃશ્ચિક (ન.ય): વૃશ્ર્ચિક રાશીના જાતકોને કુંભના ગુરૂ સુખ ભુવનમાંથી પસાર થાય જમીન મકાનના કાર્યોમાં વિલંબ થાય, પરિવાર સાથે હળી મળીને રહેવું વ્યાપારમાં પ્રગતી થાય

ધન (ભ.ફ.ધ): ધન રાશીના જાતકોને કુંભનો ગુરૂ ત્રીજા સ્થાનમાંથી પસાર થાય ભાઈ બહેનો સાથે હળી મળીને રહેવું ભાગ્યોદય કરાવે, લાભ અપાવે મહેનતનુ ફળ થોડુ મોડુ મળે.

મક (ખ.જ.): મકર રાશીના જાતકોને કુંભનો ગુરૂ ધન સ્થાનમાંથી પસાર થાય આવક કરતા ખર્ચા વધે, બોલીમાં ધ્યાન રાખવું ઓછુ બોલવું વિચારીને બોલવું, વ્યાપાર બાબતે સારૂ રહે

કુંભ (ગ.શ.સ): કુંભરાશીના જાતકોને ગુરૂ દેહ ભુવનમાંથી પસાર થશે. પનોતીના અશુભફળમાં માનસિક શાંતી આપે વિદ્યાર્થી વર્ગના સારા ભાગ્યબળમાં વધારો કરે ધાર્મિક કાર્યો થાય.

મીન: (દ.ચ.ઝ.થ): મીન રાશીના જાતકોને ગુરૂ વ્યય ભુવનમાંથી પસાર થાય ખર્ચા પર કાબુ રાખવો જરૂરી જમીન, મકાનના યોગ સારા છે. વારસાકિય પ્રશ્નો ઉકેલાય, શત્રુઓનો સામનો કરી શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.