Abtak Media Google News

પરમ પુજય સ્વામી પુનિતાચારીજી મહારાજના આશિર્વાદ કૃપાપ્રેરણાથી ગીતાંજલિ ગૃપ દ્વારા સેવાનો વાર શનિવાર અંર્તગત માનવકલ્યાણની પ્રવૃતિના સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગીતાંજલિ ગુપ દ્વારા પ્રત્યેક શનીવારે સમયોચિત માનવકલ્યાણની એક પ્રવૃતિ કરવામાં આવનાર છે જે અનુસંધાને ગત શનિવારે સમગ્ર રાજકોટની આસ્થા- શ્રધ્ધાના પ્રતિક એવા બાલાજી મંદિર કરણસિંહજી ખાતે મંદિર બહાર બેસતા 100 જેટલા ભિક્ષુકોને માસ્ક અને સેનિટાઈઝરની બોટલનું વિતરણ તથા શિક્ષકોના ઓકિસજન અને ટેમ્પરેચર લેવલને માપવાની તથા જરૂરી સારવાર માટે માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગીતાંજલિ ગૃપના અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓમાં પરોપકારની વૃતિ અને સેવા હિ પરમોધર્મના સંસ્કારના નિર્માણ માટે તથા દર્દીનારાયણ અને દરિદ્રનારાયણની વિચારધારામાં સામેલ કરવાના ઉદ્દેશથી આ પ્રવૃતિ હાથ ધરવામાં આવી હોવાનું સંસ્થાના ચેરમેન શૈલેષ જાનીએ જણાવ્યું હતું.

આગામી શનિવારના દિવસોમાં આવા ધોમધખતા તાપમાં ખુલ્લા પગે રહેતા જરૂરીયાતમંદ લોકોને સ્લીપર વિતરણ, મોટી ટાંકી ચોકમાં બપોરના સમયમાં ઠંડી છાસ વિતરણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર હોવાનું સંસ્થાના ચેરમેન શૈલેષ જાનીએ વધુમાં જણાવ્યું હતું.

આ સેવાના વાર શનિવારની વિચારધારાને વેગવંતી બનાવવા માટે સંસ્થાના કેમ્પસ ડિરેકટર નિલેષ રાવલ તથા ગૌરાંગ દવે, મનિષ દવે, બ્રિજેશ શાહ, નયન મારૂ, નેહા ઠાકર, હિનલ મોરજરીયા, કુ. મેઘના ભટ્ટ. ક. દિવ્યા મેસવાણિયા, હિતેષ માણેક, એન.સી.સી. ઓફિસ2 રાજેશ ચૌહાણ અને એન.સી.સી. કેડેટ્સ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.