Abtak Media Google News

આરોપીને બે વર્ષની સજા તથા બે લખા પંચોતેર હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો આદેશ 

ધોરાજી તાલુકાના ગામ મોટી-મારડમાં રહેતા ભરત છગનભાઇ માકડીયાએ નિઝામપુરા, વડોદરા ખાતે રહેતા હેમલ કીર્તિકુમાર નાઇકને એપ્રિલ-2019ના અરસામાં નાણાકીય જરૂરિયાત ઉભી થતાં મિત્રતાના નાતે રૂપિયા 3,75,000 પુરા હાથ ઉછીના આપવાની માગણી કરેલી ત્યારે ફરિયાદી ભરતકુમાર છગનભાઇ માકડીયા પાસે રૂપિયા 2,75,000 હાથ પર હોય જેથી તેઓએ આરોપી હેમલભાઇ નાઇકને 2,75,000 બે લાખ પંચોતેર હજાર પુરા હાથ ઉછીના રોકડા આપેલા. સદર હાથ ઉછીની આપેલ રકમની ભરતભાઇએ પરત માણી કરતા હેમલભાઇએ તે રકમની ચુકવણી પેટે રૂ. 2,75,000 બે લાખ પંચોતેર હજાર પુરાનો ચેક આપેલ ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડસ ઇન્સફીસીયન્ટ’ના કારણે ચેક રીટર્ન થતા ફરીયાદીને તેની કાયદેસરની લેણી રકમ વસુલ ન મળતા ધી નેગોશીયેબલ ઇન્સ્ત્રુમેટ એકટની ક. 138 અનુસાર કાયદાકીય રીતે નોટીસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે નામદાર ધોરાજી કોર્ટમાં એડવોકેટ મારફતે ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ચાલી જતા ફરિયાદી એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો અને ચુકાદાઓ રજુ રાખી દલીલ કરેલ જે સિદ્ધાંતો સાથે સહમત થઇ ધોરાજીના મહે. પ્રિન્સીપાલ સીનીયર સિવિલ અને એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કે.સી. મંઘાણીએ આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ત્રુમેન્ટ એકટની કલમ 138ના ભંગ સબબ ગુન્હામાં તકશીરવાન ઠરાવી આરોપીને બે વર્ષની કેદની સજા ભોગવવાનો તથા રૂપિયા રૂ. 2,75,000 બે લાખ પંચોતેર હજાર પુરા ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ તથા આરોપી વિરૂદ્ધ પકડ વોરંટ અને આરોપીના જામીન અને જામીનખત રદ્દ કરવાનો હુકમ કરેલ. આ કામમાં ફરિયાદપક્ષે એડવોકેટ રમેશભાઇ એલ. ચાવડા, શૈલેશભાઇ વી ગણાત્રા, યુવરાજસિંહ આર જોડજા તથા ધવલ હરેશકુમાર છતાણી રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.