Abtak Media Google News

રાજકોટ શહેર- જિલ્લામાં 385 કેસ:  પોરબંદરમાં રાહત યથાવત, આજે પણ માત્ર એક કેસ જ નોંધાયો

રાજ્યમાં કુલ 3280 કેસ નોંધાયા, 2167 દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 3.12લાખ લોકોનું વેક્સિનેશન

સૌરાષ્ટ્રમાં કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 759 કેસ નોંધાયા છે.અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 385 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર એક કેસ જ નોંધાયો છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3280 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2167 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 759 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 321  કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 64 કેસો નોંધાયા છે. આમ કુલ 385 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 153  અને ગ્રામ્યમાં 44 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 8736 અને જિલ્લામાં 9213 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

12 2

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 81 અને ગ્રામ્યમાં 61  મળી કુલ 142 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 મળી 89 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 5174 અને જિલ્લામાં 2320 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 65 અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે. શહેરમાં 32 અને ગ્રામ્યમાં 7 મળી કુલ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1884  અને જિલ્લામાં 6146  લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 21 અને ગ્રામ્યમાં 16 મળી કુલ માત્ર 37 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 7 અને જિલ્લામાં 9 મળી 16 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1283 અને જિલ્લામાં 7503 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 15 કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. 2834 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 10  કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. અને 2300 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં 32 કેસ નોંધાયા છે. સામે 11 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2290  લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 24 કેસ નોંધાયા છે. 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 8603 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2791 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. સામે 1396 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં આજે પણ માત્ર એક જ કેસ નોંધાયો છે. બે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે 5648 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

મોરબીમાં કોરોનાનો હાહાકાર તંત્ર દ્વારા છુપાવાતા આંકડા

મોરબીમાં કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. દરરોજના અંદાજે 300 થી લઈ 500 સુધીના કેસો નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ તંત્ર સબ સલામતના દાવા કરીને કોરોનાના કેસના આંકડા છુપાવવામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં અંદાજે 3000 જેટલી ફેકટરીઓ આવેલી છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રમિકો વસવાટ કરે છે. ઉપરાંત મોરબી ગીચતા ધરાવતું શહેર છે. આ બધા કારણોસર જો મોરબીમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયા બાદ તેના ઉપર કાબુ મેળવવો અશક્ય જેવું છે. તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. હાલ તો મોરબીની સ્થિતિ અત્યંત ખરાબ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સામે તંત્ર સત્તાવાર આંકડામાં માત્ર 20 થી લઈ 30 સુધીના કેસો નોંધાયા હોવાનું જાહેર કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.