Abtak Media Google News

શાસ્ત્ર વર્ણિત નિયમોનું પાલન કરીએ તો ઇશ્ર્વરની કૃપા, વરદાન, અને શકિત પ્રાપ્ત થાય છે

શાસ્ત્રોનો સાર માત્ર ગ્રહણ કરવાથી પણ માનવીય મૂલ્યોની ગરિમા જળવાઈ રહે છે

શાસ્ત્રો અતિ પવિત્ર છે, તેથી પવિત્રતામાં પ્રત્યેક માનવોની દરેક સમસ્યાનું નિરાકરણ મળી જ આવે છે, જરૂર છે માત્ર તેના પરના વિશ્ર્વાસની આર્થિક તંગી, દરિદ્રતા, ગરીબી આ આજના સમયની મુખ્ય વ્યથા છે. ગરીબી દુર કરવા શાસ્ત્રોમાં અમુક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તથા તેના નિચોડ રૂપે કેટલાંક નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો આ નિયમોને ઘ્યાનમાં રાખીને પ્રત્યેક કાર્યો કરવામાં આવે તો દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ આ દસ નિયમો

જ્ઞાન અને વિદ્યાનો ઘમંડ ન કરવો

સરસ્વતિ દેવીની કૃપા મેળવનાર લોકો જ્ઞાન, વિદ્યા અને યાદશકિતના વરદાનથી ભરપુર હોય છે. પણ જે લોકો પોતાની જ્ઞાન, વિદ્યાનો ઉપયોગ બીજાને દુ:ખ દેવામાં માત્ર પોતાના સ્વાર્થને પૂર્ણ કરવામાં, અન્યનું અપમાન કરવામાં કરે છે તેવા લોકો લાંબા સમય સુધી સુખી નથી રહી શકતા.

શાસ્ત્રોનું અપમાન ન કરવું

ધર્મ ગ્રંથો શાસ્ત્રોને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તેમાં શ્રેષ્ઠ જીવન જીવવાના મહત્વપૂર્ણ સૂત્રો દર્શાવાયા છે. જે લોકો શાસ્ત્રોની વાતોનું પાલન કરે છે. તેઓ કયારેય દુ:ખી નથી થતાં. તેથી શાસ્ત્રોનું અપમાન ન કરવું જોઇએ.

અન્યોની પ્રગતિ જોઇએ ઇર્ષા ન કરવી

ઇર્ષ્યા આજના સમયનો મુખ્ય રોગ છે. લોકો પોતાના દુ:ખ કરતા અન્યોના સુખ જોઇને વધારે દુ:ખી થાય છે. જે સુખ સગવડો આપણી પાસે છે તેમાં જ ખુશ રહેવું જોઇએ તેથી સંતોષનો ગુણ અપનાવવો માનવ જીવનમાં સુખી થવાનો સરળ માર્ગ છે.

અન્યોને દુ:ખ થાય તેવું ન બોલવું

આપણે કયારેય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જેથી અન્યોને દુ:ખ થાય, વાણી દ્વારા અન્યને દુ:ખ આપવું એ મહાપાપ છે. તેનાથી બચવું જોઇએ.

વિચારોનું શુઘ્ધિકરણ જાળવી રાખવું

વિચારોમાં અપવિત્રતા એટલે કે અન્ય વિશે ખરાબ વિચારવું એ પણ પાપ છે. તેથી વિચારોનું શુઘ્ધિકરણ જરુરી છે. આપણે એ ન ભૂલવું જોઇએ કે પ્રત્યેક વિચાર આપણા દ્વારા અન્યો પાસે પહોંચે છે તો તેનાથી થતું નુકશાન પણ પહેલા ખુદને જ થશે.

ગુરુની બુરાઇ ન કરવી: ગુરુ દેવો ભવ: ગુરુનું મહત્વ ભગવાન કરતા પણ વધારે દર્શાવાયું છે. ગુરુ વિના આપણે પાપ અને પુણ્યનો ભેદ નથી સમજી શકતા. ગુરૂ દ્વારા જ આપણે ભગવાનને પ્રસન્ન કરવાના યોગ્ય ઉપાય દર્શાવે છે. ગુરુની શિક્ષાનું પાલન કરવાથી આપણે દરિદ્રતા અને દુ:ખોથી મુકત થઇ શકીએ છીએ. એટલે જ કહેવાયું છે કે, ‘ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.