Abtak Media Google News

પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનેલા ખેડુતોને એક માસ બાદ પણ વળતર નથી મળ્યું 

વંથલી તાલુકાના ટિકર ગામે પીજીવીસીએલની બેદરકારથી શોટ સર્કિટ થતા 5 ખેડૂતોનો 49 વિઘાનો ઘઉંનો પાક બળી ગયો હતો. આ ઘટનાના 1 માસ વીતી ગયા બાદ પણ વળતર ન ચૂકવાતા વિસાવદર ધારાસભ્ય દ્વારા 10 દિવસમાં ખેડૂતોને વળતર ચૂકવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

જુનાગઢ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ  જણાવ્યું હતું કે, 5 માર્ચ 2021 ના પીજીવીસીએલની  બેદરકારીના કારણે શોટ સર્કિટની ઘટનામાં ટીકર ગામના કાનજીભાઇ ઠુંમરના 14 વિઘાના, ડાયાભાઇ રૂપાવટીયાના 10 વિઘાના, બચુભાઇ ઠુંમરના 17 વિઘાના, મગનભાઇ ઠુંમરના 6 વિઘાના અને ભનુભાઇ રૂપાવટીયાના 3 વિઘાના મળી કુલ 49 વિઘાના ઘઉં બળી જતા ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.

ટિકર ગામ પીજીવીસીએલ પેટા વિભાગ માણવદર – 2 નીચે આવે છે. આ ઘટના બન્યાને 1 મહિનો વીતી ગયો હોવા છત્તાં પીજીવીસીએલની માન્ય વિમા કંપનીએ હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી જે 10 દિવસમાં ચૂકવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.