Abtak Media Google News

અબતક સોશિયલ મીડિયાના ફેસબૂક પેઇજ પર લાઇવ પ્રસારણ થશે આજે ફિરોઝ ભગત તેમના કલાકાર તરીકેના અનુભવો રજૂ કરશે

 

છેલ્લા ચાર દિવસથી દરરોજ સાંજે 6 વાગે કોકોનેટ થિયેટર આયોજીત ચાય-વાય અને રંગમંચ કાર્યક્રમ શ્રેણી-3 ફેસબુક અને યુટયુબ ઉપર ઘુમ મચાવી રહ્યો છે. લોકો જાણીતા કલાકારોને લાઇવ જોવા અને જોડાવા રાહ જોતા હોય છે. કોરોના મહામારીના પગલે લાઇવ આવતા કલાકારો વિવિધ વિષયો સાથે તેના અનુભાવોની છણાવટ કરે છે. આજે સાંજે 6 વાગે ગુજરાતી રંગભૂમિનાં સુપ્રસિદ્ધ કલાકાર નિર્માતા દિગ્દર્શક ફિરોઝ ભગત પોતાની નાટ્ય યાત્રાના અનુભવો શેર કરશે.

કોકોનેટ થિયેટરની આ કાર્યક્રમની શ્રેણી 1-2ની સફળતા બાદ ગત તા.12મીથી આ સિઝન-3 શરૂ કરેલ છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ભારત સહિત વિદેશમાં પણ લોકો લાઇવ જોડાય રહયા છે. આગામી દિવસોમાં સંજય ગોરડીયા, અરવિંદ વૈદ્ય, પ્રતિક ગાંધી, દિપક ધી વાલા, મલ્હાર ઠાકર અને કાજલ ઓઝા વૈદ્ય જેવા વિવિધ કલાકારો ભાગ લેવાના છે.

આ સુંદર કાર્યક્રમ અબતક સોશિયલ મિડિયાના ફેસબુક પેઇઝ પર લાઇવ જોવા મળી રહ્યો છે. સાથે કોકોનેટ થિયેટરના પેઇઝ પર પણ લાઇવ કાર્યક્રમ જોવા મળશે.

કલાકારે સતત કંઇક નવું કરતા રહેવાની અને વાંચન પર ધ્યાન આપવાની જરૂર

મૂળ મરાઠી પણ ગુજરાતી રંગમંચ સાથે દાયકાઓથી સંકળાયેલા હિન્દી ફિલ્મ,સીરીયલ અને તખ્તાના અભિનેત્રી રોહિણી હટટંગડીજી કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – 3 માં પાત્રની તૈયારી કેવી રીતે કરવી એ વિષય પર પોતાના ફેન્સ સાથે લાઈવ ચર્ચા કરી,  રંગભૂમિ પર એમણે કરેલા ગુજરાતી નાટકોની તૈયારી વિષે એમણે માંડીને વાત કરી. ખાસ કરીને દરેક કલાકારે પાત્રની તૈયારી રૂપે સૌથી પહેલા તો ઓબ્ઝર્વેશન કરવું રહ્યું. દરેક પાત્રમાં ઢળતા પહેલા એ પાત્ર જીવનમાં ક્યારેક ક્યાંક જોયું હોય અથવા તો જોવા મળે અથવા જોઈ શકાય તો એના વિષે વધુ જાણી  શકાય માટે દરેક કલાકારે સતત સજાગ રહીને આસપાસ ઓબ્ઝર્વેશન કરતા રહેવું, એ સિવાય આજની જનરેશનને જણાવ્યું કે સ્ટેજ પર કામ કરવાની તૈયારી રૂપે ખાસ તો મોબાઈલને થોડા કલાક માટે સાઈડ પર મૂકી દેવો. અને માત્ર દિગ્દર્શકને સમર્પિત રહેવું. અને દિગ્દર્શક કહે એનાં પર ધ્યાન આપવું, એની વાતો પર અને જાત ઉપર વિશ્વાસ કરવો.ખાસ કરીને પાત્રમાં ઢળવા માટેનાં સવાલો દિગ્દર્શકને પૂછતાં પહેલા આપણી જાતને પૂછવા તો જવાબ જલ્દી મળી જાય. ખરેખા આજની જનરેશને આવા અનુભવી કલાકારની વાત સમજવા જેવી છે. રોહિણી બેને અડધા કલાકને બદલે લગભગ એક કલાક પોતાના અનુભવો જણાવ્યા. અને એમને લાઈવ જોતા પ્રેક્ષક અને કલાકારનાં સંતોષકારક જવાબ આપ્યા. કલાકારે સતત કઈક નવું કરતા રહેવાની અને વાંચન પર ધ્યાન આપવાની બાબત પર એમણે ખાસ ધ્યાન દોર્યું હતું.

છેલ્લે એમણે કોરોના જાગૃતિ વિષે, દરેક લોકોએ સરકારે આપેલી ગાઈડલાઈન્સ અનુસરીને ચાલવાની ખાસ વિનંતી કરી.

રોહિણી હટટંગડીજી નો એક આગવો ચાહક વર્ગ છે જે મોટી સંખ્યામાં કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ ટિકિટ નીન્જા.કોમ માં જોડાયો. આવનારા દિવસોમાં બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગ્યે જોઇ શકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.