Abtak Media Google News

જખૌ નજીકથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકો સાથેનું ડ્રગ્સ રેકેટમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ પશ્ચિમ એસઓજી અને કોસ્ટગાર્ડના વિવિધ ઓપરેશનમાં હજુ અનેક રહસ્યો ખુલશે 

કચ્છના જખૌમાંથી 8 પાકિસ્તાની નાગરિકો સાથે 150 કરોડની કિંમતનું હેરોઈન આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડથી વધુનું હોવાનું અને તપાસમાં હજુ સ્થાનિકોના નામ ખુલે તેવી આશંકા વચ્ચે દેવભૂમિ દ્વારકા, કચ્છ પશ્ર્ચિમ એસઓજી અને કોસ્ટગાર્ડની મદદથી એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી, ડીવાયએસપી નરેન્દ્ર ચૌધરી, એસઓજી પીઆઈ એ.ડી.પરમાર અને સ્ટાફ દ્વારા ટાપુઓમાં બાતમીદારો મારફત ગોઠવેલી વોચમાં કેટલાંક કોડવર્ડમાં સંદેશા ટ્રેસ થયા હતા. જેમાં ‘નુર કાલી ચીની લેકે આ રહી હૈ…’નો સંદેશો ટ્રેક થતાં એસઓજી, એટીએસ અને ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરતા 3 સીમકાર્ડ ટ્રેસ થયા હતા અને તેનું પગેરૂ પંજાબમાં નીકળ્યું હતું.

ત્યારબાદ ગોઠવેલા રેકેટમાં 8 પાકિસ્તાની નાગરિક સાથે ઝડપાયેલું હેરોઈન 300 કરોડનું હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાની નાગરિક હોવાનું મનાતા યામીન હાજી (ઉ.63), મુરતુજા યામીન (ઉ.75), મુસ્તફા યામીન (ઉ.53), નસરુલા યામીન (ઉ.28), સાલેમોહમદ અબ્દુલા (ઉ.70), હુસેન ઈબ્રાહીમ, રફીક આમદ, મહમદ યાસીનની પુછપરછ હાથ ધરી રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તમામ એજન્સીઓ માટે ઝડપાયેલા પાકિસ્તાનીઓનું સ્થાનિક કનેકશન શું છે, આ માલ ગુજરાત માટે હતો કે પંજાબ માટે તેની તપાસ શરૂ થઈ છે. આ રેકેટમાં સ્થાનિક ડ્રગ્સ માફીયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.