Abtak Media Google News

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ચાય-વાય એન્ડ રંગ મંચ શ્રેણી-3

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર દરરોજ સાંજે 6 વાગેે લાઈવ પ્રસારણ

કોકોનટ  થિયેટર  આયોજીત ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં છેલ્લા સાત દિવસથી   સોશિયલ  મીડિયાના યુટયુબ અને ફેસબુક પેઈજ પર ધુમ મચાવી રહી છે. દેશ વિદેશના લોકો જોડાય  રહ્યા છે. આ કાર્યક્રમ આગામી 28મી તારીખ સુધી   ચાલનારો છે. દરરોજ નાટક ટીવી ધારાવાહિક અને ફિલ્મનાં  જાણીતાકલાકારો સાંજે 6 વાગગે લાઈવ આવીને અનુભવો વાગોળે છે. અબતક ચેનલનાં  ફેસબુક પેઈજ પર આ કાર્યક્રમ લાઈવ  જોવા મળે છે. ગુજરાતી રંગભૂમિ પર લગભગ ચાર દાયકાથી વધુ સમય સતત અવિરત કાર્ય કરતા લેખન દિગ્દર્શન સેટ  ડિઝાઇન લાઇટ્સ ડિઝાઇન રંગભૂષા વસ્ત્ર પરિકલ્પના આવા દરેક પાસાઓ સાથે સંકળાયેલા એક હસમુખ સદાબહાર અભિનેતા દિગ્દર્શક શ્રી અરવિંદ વૈદ્ય ગઈકાલે  કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – 3 માં પોતાની અત્યાર સુધીની જીવનયાત્રા બાબત વાત કરી.મૂળ મરાઠી પણ નખશિખ ગુજરાતી કહી શકાય એવા અરવિંદભાઈ આજે રંગભૂમિના પ્રેક્ષકોમાં પ્રિય છે. એમની જીવનયાત્રા બાબત વાત કરી. અમદાવાદનાં મહારાષ્ટ્ર સમાજમાં રહેતા, ગુરુ  જશવંત ઠાકરનાં હાથ નીચે નાટકો વિષે શીખવાનું શરુ કર્યું, જશવંતભાઈ એચ. કે. આર્ટસ કોલેજમાં નાટ્ય વિભાગમાં પ્રોફેસર હતા, ત્યાં બે વર્ષ નાટકનો કોર્સ કર્યો અને એ જ કોલેજમાં પ્રાધ્યાપક પણ બન્યા. સાથે સાથે ગુજરાતી શિખતા રહ્યા. લગભગ સાત વર્ષ સુધી કોલેજમાં પ્રાધ્યાપક રહ્યા અને નાટકને જ આજીવિકા બનાવવા માટે રંગભૂમિના દરેકે દરેક પાસાનું જ્ઞાન મેળવવા માટે દિગ્દર્શક બન્યા, અમદાવાદમાં આઈ.એન.ટી નાટક સંસ્થામાં પ્રવીણ જોશી, અરવિંદ જોશી સાથે મુલાકાત થઇ. દામુભાઈના કહેવાથી આઈ.એન.ટી નાં નાટકો કર્યા અને  મધુ રાયનું લખેલ નાટક ભજવ્યું. એમણે મુંબઈ આવવાનું કહ્યું અને 1967માં મુંબઈ આવ્યા. પણ મુંબઈ માં બહુ નહીં ફાવ્યું પણ મુંબઈમાં એક સારા મિત્ર મળ્યા કાંતિ મડિયા. એમના કહેવાથી નાટ્યસંપદા સંસ્થા અમદાવાદમાં શરૂ કરી અને લગભગ 30 થી 35 નાટકો કર્યા.ત્યારબાદ ટી.વી માં કામ શરૂ કર્યું અમદાવાદમાં ખુબ ફેમસ થયા. દીકરીના લગ્ન મુંબઈ થયા અને દીકરીએ મુંબઈ સેટલ થવાનું નક્કી કર્યું. ત્યારે દીકરીના કહેવાથી જ ફરી મુંબઈ આવ્યા અને નાટકો શરૂ કર્યા. મુંબઈમાં એવી કોઈ સંસ્થા નહીં હોય જેમની સાથે એમણે નાટકો નહીં કર્યા હોય.કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડીયા, રાજેન્દ્ર બુટાલા દરેકે દરેક નામાંકિત નિર્માતાઓ સાથે તેમણે કામ કર્યું એમનાં નાટકો ખૂબ વખણાયા. ત્યારબાદ અધિકારી બ્રધર્સની હિન્દી સિરીયલની શરૂઆત કરી, નામાંકિત મોટા મોટા પ્રોડકશન હાઉસ સાથે કામ કર્યું અભિનય અને દિગ્દર્શનની શીખવાની ધગશ વિશે જણાવતા અરવિંદભાઈ કહ્યું કે શીખવાની કોઈ સીમા નથી હોતી. અફાટ દરિયો હોય એમાંથી તમે ચમચી ભરીને પણ પાણી લઈ શકો, લોટો ભરીને પણ લઈ શકો અને ડોલ ભરીને પણ, તમારી  શીખવાની ક્ષમતા કેટલી છે એ તમારા ઉપર નિર્ભર છે.

કલાકાર દિગ્દર્શક અરવિંદ વૈદ્યનો  એક આગવો જ ચાહક વર્ગ છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.ભજ્ઞળ માં જોડાયો. અને તમે જો અરવિંદ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં પ્રતિક ગાંધી, કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા, મીનલ પટેલ, ઘનશ્યામ નાયક  નટુ કાકા   જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે 6 વાગ્યે નાટક અને ફિલ્મના જાણીતા કલાકાર પ્રતિક ગાંધી લાઈવ

તાજેતરમાં જ આવેલી સ્કેમ 1992 ફિલ્મથી સમગ્ર દેશમાં પ્રસિધ્ધ થનાર નાટક અને ફિલ્મ કલાકાર પ્રતિક ગાંધી આજે કોકોનટ થિયેટર આયોજીત શ્રેણી ચાય-વાયઅને રંગમંચમાં સ્ટેજના મહત્વ સાથે  ગુજરાતી રંભભૂમિની વાત કરશે.કોકોનટ થિયેટર અને અબતકના ફેસબુક   પેઈજ ઉપર સાંજે 6 વાગે આજે કાર્યક્રમનું લાઈવ   પ્રસારણ થશે.  પ્રતિક ગાંધી રંગભૂમિના અદ્ભૂત  ટેલેન્ટેડ કલાકાર સાથષ આજની યુવા પેઢીના પ્રેરણા  સ્વરૂપ છે.પ્રતિક ગાંધીએ 2006માં યોર્સઈમોશનલીમાં ફિલ્મ કયા ર્બાદ 2014માં બેયાર ફિલ્મ સફળ રહી હતી. તેમણે રોંંગસાઈડ રાજુ તંબુરો, લવની ભવાઈ,લવયાત્રી, મિત્રો, વેન્ટિલેટર, ધુનકી, લવસ્ટોરી, રાવણલીલા અને ગુજરાત 11 જેવી સફળ ફિલ્મો કરી હતી ગુજરાતનાં સુરત શહેરમાં અભ્યાસ બાદ નાટકમાં સક્રિય  થયા. એન્જિનિયરીંગમં સ્નાતક  બાદ મુંબઈમાં બહુ રાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા કરતા જ દિગદર્શક મનોજ શાહ  સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ.પ્રતિક ગાંધીનું  પહેલુ નાટક ‘આ પાર કે પેલે પાર’ 2005માં  આવેલુ બીજા જ વર્ષે  અંગ્રેજી  ભાષાની  ફિલ્મ ‘યોર્સ ઈમોશનલી’ માં મણીનું સુંદર  પાત્ર ભજવીને દર્શકોના  દિલ જીત્યા હતા. ફેસબુક લાઈવ કાર્યક્રમમાં પ્રતિક ગાંધી દર્શકોના પ્રશ્ર્નો જવાબ પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.