Abtak Media Google News

રાજકોટ જિલ્લાના 61 ગામોમાં કોરોના વિરોધી રસીનું પ્રમાણ 100 ટકાનું નોંદ્યાયુ છે.કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આરોગ્ય તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનેવેક્સિનઆપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જાહેર જનતાને તદ્દન વિના મૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના61 ગામોમાં અત્યાર સુધીમાં 100 ટકા લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં લોધિકા તાલુકાનાં 22 ગામો, પડધરી તાલુકાનાં 16 ગામો, કોટડાસાંગાણી અને જામકંડોરણા તાલુકાનાં 6 ગામો, રાજકોટ તાલુકાનાં 4 ગામો, ગોંડલ તાલુકાનાં 3 ગામો,ઉપલેટા તાલુકાનાં 2 ગામોતથાધોરાજી અને જેતપુર તાલુકાનાં 1 ગામનો સમાવેશ થાય છે. આમ 100 ટકા રસીકરણ કરાવતા તમામ ગામોના લોકોએ અન્ય ગામના લોકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ આ તમામ ગામોના લોકો, લોક આગેવાનો, સામાજિક આગેવાનો ,સરકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લામાં 45 થી 60 વર્ષ સુધીના 93016 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 98072 લોકોએ પ્રથમ ડોઝ એમ કુલ 1,91,088 લોકોએ કોરોના રસી લીધી છે. આવા જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી જ છે, ઉપારાંત, પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. તાજેતરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેથી કોરોનાના સંક્રમણથી બચવા રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આ રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ભરમાશો નહીં. આ રસીની આડ અસર નહિવત છે. તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખાસ ભારપૂર્વક અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.