Abtak Media Google News

એલસીબી દ્વારા રેઈડ દરમિયાન બે શખ્સો ઝડપાયા: 11,500ની રોકડ રકમ સહિત રૂા.80,500 નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ:8 ગ્રાહકોના નામો ખૂલ્યા

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા માધવ રેસી.માં ભાડે મકાનમાં રહેતો શખ્સ ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.80500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ક્રિકેટ દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા માધવ રેસીડેન્સીમાં ભાડે મકાનમાં રહેતો અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ તેના ઘરે ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની એલસીબીના રઘુવીરસિંહ પરમાર અને ધાના મોરી ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ અને સાજણ ઉર્ફે મુનો નાથા મુન નામના બે શખ્સો આઈપીએલ 20-20 ક્રિકેટ મેચ ઉપર પૈસાની હારજીત કરી જૂગાર રમાડતા ઝડપી લીધા હતાં.

આ બન્ને શખ્સો પાસેથી એલસીબી રૂા.11500 ની રોકડ રકમ, એક એલઈડી ટીવી, સેટ-અપ બોકસ, મોબાઈલ અને બે બાઈકો મળી કુલ રૂા.80,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ બન્નેની પૂછપરછ હાથ ધરતા દેવાભાઈ આહિર, જગદીશ ઉર્ફે જગુ બાટવા, રાજ ભાનુશાળી, રોહિત, રાજુ રબારી, કરણ ઉર્ફે બાડો ભાનુશાળી, બીપીન ઉર્ફે લાકડી, જીતુભાઈ (રહે. તમામ જામનગર) ના નામો ખુલતા એલસીબીએ 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.