Abtak Media Google News

આજે રાત્રે સ્વાઈન ફલુ ટેબલેટ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

દર વર્ષની જેમ સતત સાતમા વર્ષે ભૂદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞીક રોડ ખાતે રાજકોટ કા મહારાજાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દુંદાળા દેવની સ્થાપના માટે સવારે ૧૨ વાગ્યે પુજા, વિધિ,વિધાન સાથે શાસ્ત્રીજી જયભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભકતજનોના ગીત, સંગીત, ઢોલ, નગારા તથા ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતુ સ્થાપના દિવસે ભગવાન ગણપતિજીની ૧૨ ફૂટની ભવ્ય તેમજ તેજમય પ્રતિમાનું સંપૂર્ણ ભાવ તથા શ્રધ્ધાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતુ સામૈયા સમયે ગીત સંગીત, ઢોલના તાલ પર નાચતી ઘોડી આજના દિવસનું ખાસ આકર્ષણ રહ્યું હતુ તેવું ભૂદેવ સેવા સમિતિનં પ્રમુખ તેજસ ત્રિવેદીએ કહ્યું હતુ.વિશાલ આહિયા અને પરેશ દવેની યાદી જણાવે છે કે, આજે રાત્રે ૯ કલાકે તા.૨૬ના શનિવારના રોજ આરોગ્ય ભારતી હાલમાં પ્રવર્તમાન સ્વાઈન ફલુ રોગ સામે રક્ષણ મળીરહે તે માટે ટેબ્લેટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે તથા બજરંગ મીત્ર મંડળ ડોકટર્સની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું એકયુપ્રેસર કેમ્પનું પણ રાત્રે ૯ વાગ્યે આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં શહેરીજનો, ભકતજનો તમામને આ કેમ્પમાં ડો. ભીમાણી તથા ડો.મેઘાણી વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે.રાજકોટ કા મહારાજાની આજની મહાઆરતીમાં બ્રહ્મસમાજના શ્રેષ્ઠી અનિલભાઈ ત્રિવેદી, સચિનભાઈ ભટ્ટ, હર્ષદભાઈ દવે, કિશોરભાઈ પંડયા, પંકજભાઈ રાવલ, રાજેશભાઈ મહેતા, ભરતભાઈ દવે, માનવભાઈ વ્યાસ, શીરીષભાઈ વ્યાસ, ડો. ગૌરાંગભાઈ જોષી, જે.ડી. ઉપાધ્યાય, બિઝનેશમેન પંકજભાઈ જૈન, પદમાબેન જૈન, ડો. ટીના ભારદ્વાજ, તૃષાબેન રાવલ, નેહલબેન ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, પુનમબેન પંડયા, રીધ્ધીબેન વ્યાસ, હિમાનીબેન રાવલ તથા વિવિધ સમાજના અગ્રણીઓ પણ આ મહાઆરતીમાં ઉપસ્થિત રહી ગણેશજીના આર્શિવાદ પ્રાપ્ત કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.