Abtak Media Google News

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન, IPL-2021ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હવે કોરોના વાયરસના વધતા ચેપથી IPL પર અસર થઈ રહી છે. વાયરસના વધતા સંક્ર્મણને જોઈ ઘણા પ્લેયરોએ IPL છોડવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિગ્ગજ ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન, ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ એડમ જમ્પ, કેન રિચર્ડસન અને એજે ટાઇએ પણ IPL-2021ને મધ્યમાં છોડી દીધી છે.

રવિચંદ્રન અશ્વિનએ લીગ છોડતા ટ્વિટર પર ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘તેનો પરિવાર અત્યારે કોરોના સામેની લડાય લડી રહ્યો છે, તેમાં તે તેના પરિવારની સાથે ઉભવા માંગે છે. તેથી તેને IPLને અલવિદા કહી દીધું.’

 


અંગ્રેજી અખબાર ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસએ અખબારમાં એક નોંધ પ્રકાશિત કરી હતી કે, ‘હવેથી તેઓ IPL-2021નું કવરેજ નહીં કરે. કોરોનાનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં, અમે રમતગમતના કાર્યક્રમના કવરેજ કરવા નહીં આવવાનું નક્કી કર્યું છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.