Abtak Media Google News

દર્દી દેવો ભવ: ને સાર્થક કરતા અપાઇ રહી છે સેવાઓ 

વિશ્વ પ્રસિઘ્ધ ભારત બાર જયોતિલીંગ  પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય દિવ્ય મંદિર કોરોના સંક્રમણ સાવચેતીરુપે તા.11 એપ્રીલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ છે.

કોરોનાના આવા કપરાકાળમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, સચિવ પ્રવીણભાઇ લહેરી, તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ભકતોની સેવામાં સદાય ખડેપગે છે. કે જેઓએ જન સેવા એ પણ પ્રભુ સેવા અને દરદી દેવા ભવ નું સૂત્ર સાર્થક કરી આ મહામારીમાં ટ્રસ્ટ સેવાઓ અંગે માહીતી આપતાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે વેરાવળ-પાટણ શહેરમાં હોમ કવોરેન્ટાઇન રહેલા દરદીઓ વેરાવળ સીવીલ હોસ્પિટલ દરદીઓ તેના પરિવારો તથા મેડીકલ સ્ટાફ અને લીલાવંતી અતિથિ ગૃહ કેર સેન્ટર દરદીઓ ડોકટર સહીત સ્ટાફને સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય ખાતે શુઘ્ધ સ્વાદિષ્ટ અને સુપાચ્ય સવાર સાંજ ભોજન તૈયાર કરવામાં આવે છે.

જેને સોમનાથ ટ્રસ્ટના વાહનો દ્વારા તેમજ રીક્ષા દ્વારા ભારત વિકાસ પરિષદ સહયોગ સાથે વેરાવળ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના દરદીઓ તેના પરિવાર સ્ટાફ તથા વેરાવળ હોમ કવોરેન્ટાઇન વેરાવળ પાટણના ગામમાં વસતા દરદીઓના ઘર સુધી ખાસ પેકેટોમાં તૈયાર કરી સોમનાથ ભોજન પ્રસાદી સર્વને વીના મૂલ્યે સેવા ભાવથી પહોચાડવામાં આવે છે જે સવાર અને સાંજે ભોજનના સમયે પહોંચે તેવી કાળજી લેવાય છે. સોમનાથ ખાતે આ સેવામાં ટ્રસ્ટના દીનેશભાઇ મારુ, જીતુપુરી ગોસ્વામીબાપુ, ગટુરસિંઘ, ભીખુભાઇ સહીત 6 થી વધુ સ્ટાફ રોકાયેલ છે.ભોજનમાં સવારે બે શાક, રોટલી સંભાળો દાળ ભાત કઠોળ અને સાંજે પરોઠા, શાશ કઢી ખીચડી સવારના ભોજનમાં સોમનાથ પ્રસાદીના લાડુ પણ પેકેટમાં પીરસવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.