Abtak Media Google News

હાલમાં કોરોના મહામારીને જોતા SBI (State Bank of India)એ મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી લોકો ઘર બહાર નીકળ્યા વગર KYC(Know your customer) બાબતનું કામ કરી શકે છે. હજી સુધી તમે તમારું KYC અપડેટ કર્યું નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે.

SBIએ તેના ગ્રાહકોને KYC અપડેટ્સ માટે બીજી સુવિધા પૂરી પાડી છે. કોરોના વાયરસ અને સ્થાનિક લોકડાઉનને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને શાખા સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે એટલે SBIએ પોસ્ટ અથવા ઇમેઇલ દ્વારા KYC માટેના દસ્તાવેજો સ્વીકારવાનું નક્કી કર્યું છે.

 

SBIએ સ્થાનિક કચેરીઓના વડાઓને સલાહ આપી છે કે તેઓ કોરોના વાયરસના કારણે ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડે, એટલે કે KYC માટેના દસ્તાવેજો મેઇલ પોસ્ટ દ્વારા સ્વીકારવામાં આવે. આવી સ્થિતિમાં, જે ગ્રાહકોનું કામ KYC અપડેટ્સના કારણે અટવાયું છે, તેમને મોટી રાહત મળશે.

વધુ જોખમ ધરાવતા ગ્રાહકોએ ઓછામાં ઓછા 2 વર્ષમાં એક વખત તેમનું KYC અપડેટ કરવું પડશે. મધ્યમ જોખમ ધરાવતા ગ્રાહકોને દર 8 વર્ષે એક વખત તેમનું KYC અપડેટ કરવું પડશે. સામાન્ય જોખમ ધરાવતા ગ્રાહકોને 10 વર્ષે એકવાર તેમના KYCને પણ અપડેટ કરવું પડે. SBIની આ પહેલ તેના ગ્રાહકોને મોટી રાહત આપશે, અને SBI પછી અન્ય બેન્કો પણ ગ્રાહકોને આ સુવિધા આપશે એવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.