Abtak Media Google News

“લાવો બા તમારા વાળમાં મસાજ કરી વાળ ઓળી આપું” આવી લાગણી અને સેવા માત્ર સીવીલ અને કેન્સર હોસ્પીટલમાં જ શકય છે: યોગીતાબેન ચાવડા દર્દીના પુત્રવધુ

કેમ છો કાકા મજામાં, કાંઇ તકલીફ તો નથી ને ? કામ હોય તો ખાલી હાથ હલાવી ઇશારો કરજો એટલે  હાજર, લાવો બા તમાારા વાળમાં મસાજ કરી ઓળી આપું.એમ ન ચાલે થોડુ તો ખાવું જ પડશેઆવા લાગણીભીના દ્રશ્યો અને શબ્દો આપણને કોઈ આત્મીય પરિવારના હોય તેવી પ્રતિત થાય. પણ ના, આ આત્મીયતાપૂર્વકના લાગણીભીના દ્રશ્યો અને સંવાદો છે રાજકોટની સીવીલ કોવીડ-19 હોસ્પીટલ અને કેન્સર હોસ્પીટલ ખાતે કોરોના દર્દીઓની સારવારમાં સેવારત કોરોના વોરીયર્સ એવા સ્ટાફ નર્સ, એટેન્ડન્ટ અને કોરોના દર્દીઓ વચ્ચે સર્જાઈ છે.

Advertisement

રાજકોટના વ્યવસાયે શિક્ષક એવા યોગીતાબેન ચાવડા આ બાબતની સાક્ષી પુરાવતા જણાવે છે કે, તેઓના સાસુ ભાનુબેન સ્વભાવે ઢીલા છે. કોરોના પોવીટીવ આવતા તેઓને તા. 12મી એપ્રીલે ઓકસીજન લેવલ ઓછું થવાથી સીવીલ હોસ્પીટલ ખાતે  દાખલ કર્યા હતા. ત્યારબાદ છ દિવસ પછી કેન્સર હોસ્પીટલ ખાતે શિફટ કરવામાં આવ્યા હતા. આ બન્ને સ્થળોએ સારવારમાં કાર્યરત મેડીકલ ઓફીસરો, નર્સીંગ સ્ટાફ તથા એટેન્ડન્ટ વોર્ડ બોય સહિતના તમામ સ્ટાફનો અનુભવ ખુબજ સંતોષકારક અને હૈયે શાતાવળે એવો રહ્યો છે.

તેઓ વધુમાં જણાવે છે કે કોઇને ખાવામાં અરૂચી લાગે તો તેઓ પ્રેમાળભાવે જમાડે છે. મારા સાસુને તા. 12મી એપ્રીલે દાખલ કરેલ હોઇ તેમના વાળ ગુંચવાઇ ગયા હતા, તો કેન્સર હોસ્પીટલના સ્ટાફ નર્સ બહેને લાવો બા તમારા વાળમાં મસાજ કરી આપું તેમ કહીતેમને તેલ નાંખી મસાજ કરી વાળ પણ ઓળી આપ્યા હતા. આ વાત અમને વિડીયો કોલીંગમાં મારા સાસુએ જણાવી ત્યારે પરિવારના તમામ સભ્યોના હૈયા લાગણીથી ભરાઇ આવ્યા હતા. તેઓ મારા સાસુના ડાઇપર શીખે પણ બદલાવી આપે છે. આમ કર્મચારી હોવા છતાં આપ્તજન કરતા પણ અદકેરી સેવા કરતા આ તમામ આરોગ્ય કર્મીઓની સેવા કોઇ કઠીન સાધનાથી જરાપણ ઉતરતી નથી. તેઓ આ તકે રાજય સરકાર અને તમામ આરોગ્ય કર્મીઓનો આભાર માનતા કહે છે તે સરકારી હોસ્પીટલની સારવાર સર્વોત્તમ છે. તેમાં કોઈ બેમત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.