Abtak Media Google News

કોરોનાની મહામારીની અસર માચ્છીમારીના વ્યવસાય પર પણ પડી છે. કોરોનાને કારણે સીઝન દોઢ માસ પહેલા જ પૂર્ણ થઈ જતા મોટાભાગની બોટો પોરબંદરના બંદર પર લાંગરી દેવામાં આવી છે. સામાન્ય રીતે પોરબંદરમાં માછીમારીની સીઝન તારીખ 1 જુન પછી પૂરી થતી હોય છે. પરંતુ ગત વર્ષની જેમ આ વખતે પણ કોરોના મહામારીએ માઝા મૂકી છે. કોરોનાની બીળ લહેરના કારણે પોરબંદર જિûામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના પોઝિટિવ દદર્ીઓ તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની  સંખ્યા પણ વધી છે. ત્યારે માછીમારોને આ સીઝનમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પોરબંદરના માછીમાર પીલાણા એસોસીએશનના પ્રમુખ નરેશ કોટિયાએ જણાવ્યું હતું કે આ વર્ષ પણ માછીમારીની સીઝન નબળી ગઈ છે. ગત વર્ષ  પણ ત્રણેક  જેટલા તોફાનોની આગાહી અને કોરોનાને કારણે માછીમારોની સીઝન ખરાબ ગઈ હતી.

આ વખતે શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો હોવાથી માછીમારોને માછલીના પૂરા ભાવ મળતા ન હતા અને કોરોના સંક્રમણ ફેલાતા લોકડાઉન થશે કે કેમ તે વાતથી ખલાસીઓ ડરી ગયા હતા જેથી મોટાભાગના ખલાસીઓ વતન વાપસી કરી ગયા છે. દરિયાઈ પ્રદૂષણના કારણે માછલીઓ મળતી નથી અને બોટ અપહરણના વધતા બનાવોને કારણે માચ્છીમારોને ડર બેસી ગયો હતો. આમ અનેક કારણોસર તેમજ ખાસ તો કોરોના સંક્રમણના કારણે માછીમારોએ દોઢ માસ પહેલા જ મોટાભાગની બોટ જેટી પર લાંગરી દીધી છે.

દર વષ્ર્ો તારીખ પહેલી જુનના રોજ સીઝન પૂરી થતી હોય છે પરંતુ માછીમારો કમાવાની આ વર્ષની છેûી સીઝન પણ પૂરી કરી શક્યા નથી અને દોઢ માસ પહેલા જ મોટાભાગના માછીમારોએ સીઝન પુરી કરી બોટો લાંગરી દીધી છે. આમ માછીમારોની સ્થિતિ કફોડી બની છે ત્યારે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત તેમજ કોરોના મહામારી વચ્ચે માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે.   પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના હજારો પરિવારોનો આધાર માચ્છીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે. પરંતુ આથર્કિ મંદીના પરીણામે માચ્છીમાર પરિવારો પણ મુશ્કેલીનો ભોગ બની રહ્રાા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.