Abtak Media Google News

સર્વજ્ઞાતિ માટે સર્વવ્યાપી કાર્યક્રમો આપવા કટીબઘ્ધ જીલ્લા કોંગ્રેસ: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેષભાઇ વોરાની નિયુકિત કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેમના વધમણા કરવામાં આવ્યા છે. તેમજ હિતેષભાઇની નિમણુંકને કોંગ્રેસ આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવીને આવકાર આપ્યો હતો. તેમની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વધુ સારા કાર્યક્રમો આપવામાં આવશે તેમ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.કોંગ્રેસ આગેવાનોએ પ્રમુખ સાથે રહીને વધારે સારી રીતે સંગઠન તરીકે કાર્ય કરશે તેમજ તમામ વર્ગના લોકોને ઘ્યાનમાં લઇ સર્વવ્યાપી કાર્યક્રમો યોજવા માટે કટીબઘ્ધતા વ્યકત કરી હતી.આ ઉ૫રાંત કોંગ્રેસ દ્વારા સાચી અને સારી બાબતો પર કામગીરી કરવામાં આવશે. તેમજ તે માટે માઘ્યમો દ્વારા વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવશે એમ એક સુરથી જણાવ્યું હતું.આગામી દિવસોમાં પ્રદેશ દ્વારા જણાવાશે તે પ્રકારના કાર્યક્રમો જીલ્લા તથા તાલુકા કક્ષાએ આપવા માટે નિર્ધાર દર્શાવ્યો હતો.જીલ્લા કોંગ્રેસ ના નવ નિયુકત પ્રમુખ હિતેષભાઇ વોરાના આવકાર માટે તેમની સાથે દિલીપભાઇ સોજીત્રાા મહામંત્રી, અવસરભાઇ નાકીયા ઉપપ્રમુખ જીલ્લા પંચાયત, નિલેશભાઇ વિરાણી પ્રમુખ, નરેન્દ્રસિંહ ડી.જાડેજા ઉપપ્રમુખ જીલ્લા કોગ્રેસ, અર્જુનભાઇ ખાટરીયા કારોબારી ચેરમેન જીલ્લા પંચાયત, પરસોતમભાઇ લુણાગરી ચેરમેન શિક્ષણ સમીતીન, રણજીતભાઇ ગોહેલ પ્રતિનિધિ ચેરમેન મહીલા બાળકલ્યાણ, દિનેશભાઇ ચોવટીયા માજી પ્રમુખ જીલ્લા કોંગ્રેસ, ચંદુભાઇ શિંગાળા મંત્રી પ્રદેશ કોંગ્રેસ, અશોકભાઇ વાળા પ્રમુખ જીલ્લા કોંગ્રેસ, એસ.પી. સેલ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. નવ નિયુકત જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષભાઇ વોરાને તેમના શુભેચ્છકો અને મિત્રો દ્વારા તેમના મો. નં. ૯૯૨૪૮ ૨૭૨૭૬ પર શુભેચ્છા વરસાદ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.