Abtak Media Google News

વધતા જતાં ડિજીટલ યુગમાં ઓનલાઇન નાણાકીય ફોડના કિસ્સાઓ અને માઘ્યમો વધી રહ્યા છે. ત્યારે મોટી રકમોના કોડ નેટબેકીંગથી પણ થતાં હોય છે. જયારે ફીશીંગ ટેકનીકથી કોઇ વ્યકિતને હેકર્સ દ્વારા ઇ-મેઇલ અથવા બલ્ક એસએમએસ માઘ્યમે લોકોને લિન્કસ મોકલવામાં આવે અને તે લીંક બેન્કની લિન્ક સમજીને લોકો ઓપન કરે છે. ત્યારે ઓરીજીનલ બેન્ક જેવી જ હેક દ્વારા સંચાલીત એક મીરર વેબસાઇટ ખુલે છે અને સામાન્ય લોકો તેને ઓરિજીનલ સમજી તેમાં પોતાના ઇન્ટરનેટ બેકીંગ ના કોન્ફિડેસિયલ આઇડી પાસવર્ડ તેમાં લોગીન કરવા માટે એન્ટર કરે છે. ત્યારબાદ તેમાં એરર આવી જાય છે. એટલે લોકોને એમ થાય કે વેબસાઇટનો ફોલ્ડ છે પરંતુ આઇડી પાસવર્ડ હેકર્સ પાસે પહોંચી જઇ છે અને તેનો દુર ઉપયોગ થઇ શકે છે.

તે લોકો જાણતા નથી.પહેલા એસબીઆઇ નેટબેકીંગ લોગીન કરવા માટે માત્ર આઇડી પાસવર્ડ ની જ જરુર પડતી હતી પરંતુ હવેથી એસબીઆઇ દ્વારા સાઇબર કિસયોરીટી ઘ્યાનમાં રાખીને એક અપડેટ આપવામાં આવ્યું છે જેમાં હવેથી લોગીન કરતી વખતે યુઝરે આઇડ પાસવર્ડ ની સાથે સાથે રજીસ્ટ્રર્ડ  મોબઇલ નંબરમાં ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી ખાતા ધારક આગળ વધી શકશે. આ સિકયોરીટી અપડેટને લીધે હવે જો કોઇ ફીશીગ નો શિકાર બને અને હેકર્સ પાસે આઇડી પાસવર્ડ આવી જશે તો પણ હેકર્સ માટે નકામા થઇ જશે જેથી ગ્રાહકોની નાણાકીય સલામતી વધી છે તેવું કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.